જૂનાગઢ: ગિરનારની તળેટીમાં આવેલા સ્વયંભૂ ભવનાથ મહાદેવ મંદિરમાં ખૂબ જ ભાગ્યે જ જોવા મળતી ઘટના કેમેરામાં કેદ થઈ છે. મંદિર પરિસરમાં આવેલા શિવ દર્શન પ્રદર્શનમાં કાચબો મહાદેવની શિવલિંગને આલિંગન કરીને જાણે કે મહાદેવની ભક્તિમાં ગળાડૂબ બન્યો હોય તે પ્રકારના અદભુત અને અવિસ્મરણીય દ્રશ્ય કેમેરામાં કેદ થયા છે. શિવ પંચાયતમાં પણ કાચબાને એક સભ્ય તરીકે ગણવામાં આવે છે ત્યારે શિવલિંગને અલિંગન આપીને કાચબાની મહાદેવ ભક્તિ ખૂબ જ આહલાદક દર્શન આપવાની સાથે શિવ અને વિષ્ણુના મિલનની પ્રતીતિ પણ કરાવી જાય છે.
મહાદેવને કાચબાનું આલિંગન: મંદિરમાં આવેલી શિવલિંગને ફરતે કાચબો કે જેને વિષ્ણુનો અવતાર માનવામાં આવે છે તે મહાદેવને આલિંગન સાથે શિવ સ્તુતિમાં જાણે કે મગ્ન બન્યો હોય તે પ્રકારના અદ્ભુત દ્રશ્યો ભવનાથ મંદિરમાં જોવા મળ્યા હતા. શિવ અને વિષ્ણુના અવતાર સમાન કાચબાનું આલિંગન મંદિરમાં દર્શન કરવા માટે આવેલા શિવ ભક્તો પણ નરી આંખે જોઈને અભિભુત થયા હતા જે પ્રકારે કાચબો મહાદેવને અલિંગન આપીને જાણે કે શિવભક્તિનું એક અનોખું દ્રષ્ટાંત આપતો હોય તે પ્રકારે પણ જોવા મળ્યો હતો.
શિવ પંચાયતમાં કાચબાને સ્થાન: મહાદેવને સમર્પિત એવા શિવ પંચાયતમાં પણ કાચબાનો વિશેષ ઉલ્લેખ કરવામાં આવ્યો છે. સમગ્ર વિશ્વના કોઈપણ શિવાલયના પ્રવેશ દ્વારે નંદી અને ત્યાર બાદ તુરંત કાચબાના દર્શન થાય છે. પ્રત્યેક શિવ ભક્ત શિવાલયમાં પ્રવેશતી વખતે નંદી અને કાચબાના દર્શન કરીને મંદિરમાં મહાદેવના દર્શન કરવા માટે આગળ આવતા હોય છે ત્યારે શિવ પંચાયતના એક સભ્ય એવા કાચબાએ મહાદેવને અલિંગન આપીને તેમની સ્તુતિ કરતો હોય તે પ્રકારનો વીડિયો સામે આવ્યો છે. આ પ્રકારની ઘટના ભાગ્યે જ જોવા મળતી હોય છે જે ભવનાથ મંદિરમાં વાસ્તવિક રૂપે પણ સામે આવી છે.