જૂનાગઢ: કોરોના બાદ હવે H3N2 વાયરસ કહેર મચાવ્યો છે. પ્રત્યેક શહેરોમાં શરદી ઉધરસ અને તાવના દર્દીઓની સંખ્યા દિવસે અને દિવસે સતત વધી રહી છે ત્યારે કોઈ પણ આકસ્મિક પરિસ્થિતિને પહોંચી વળવા માટે જૂનાગઢ સિવિલ હોસ્પિટલમાં વ્યવસ્થાઓ કોરોના સમયથી ઉભી કરવામાં આવી છે. તમામ વ્યવસ્થાઓ બહાલ રાખવામાં આવી છે અને કોઈ પણ પરિસ્થિતિને પહોંચી વળવા માટે દર્દીને તબીબી સવલતો અને દાખલ કરવા સુધીની તમામ પરિસ્થિતિ પર પહોંચી વળવા સિવિલ હોસ્પિટલ તંત્રએ આયોજન કર્યું છે.
H3N2 વાયરસને લઈને આરોગ્ય તંત્ર સજ્જ: દિવસેને દિવસે સતત H3N2 વાયરસ સમગ્ર રાજ્યમાં વિસ્તરી રહ્યો છે ત્યારે વાયરસના ફેલાતા સંક્રમણની વચ્ચે લોકોને કોઈ મુશ્કેલી ન પડે તે માટે જીલ્લા આરોગ્ય તંત્ર દ્વારા તમામ વ્યવસ્થાઓ ઊભી કરવામાં આવી છે. કોરોના સમય દરમિયાન જે વ્યવસ્થા જુનાગઢ સિવિલ હોસ્પિટલમાં દર્દીઓને તબીબી સવલતોથી લઈને દાખલ કરવા સુધીની ઉભી કરવામાં આવી હતી તે વ્યવસ્થા આજે પણ બહાલ રાખવામાં આવી છે. ઓક્સિજન બેડ વેન્ટિલેટર સહિત તમામ તબીબી સુવિધા સાથે જુનાગઢ સિવિલ હોસ્પિટલમાં તમામ વ્યવસ્થાઓ આજના તબક્કે પૂર્ણ કરી દેવામાં આવી છે. જુનાગઢ શહેર કે જિલ્લામાં હજુ સુધી પાછલા પાંચ મહિનાની વાત કરીએ તો એક પણ દર્દી કોરોના પોઝિટિવ કે H3N2 વાયરસગ્રસ્ત સામે આવ્યો નથી. તેમ છતાં આરોગ્ય તંત્રએ તમામ વ્યવસ્થાઓ કરી છે.
આ પણ વાંચો H3N2 first death in gujarat: H3N2 વાયરસથી મોતની સંભાવના, રાજ્યમાં 58 વર્ષીય મહિલાનું શંકાસ્પદ મોત
ઓક્સિજન વેન્ટિલેટર સાથે તૈયારી પૂર્ણ: જૂનાગઢ સિવિલ હોસ્પિટલના તબીબી અધિકક્ષક ડો.નયનાબેન લકુમે ઈટીવી ભારત સાથે વાત કરી હતી. તેમણે સિવિલ હોસ્પિટલમાં થયેલી કામગીરીની વિગતો પણ શેર કરી હતી. જૂનાગઢ સિવિલ હોસ્પિટલના પાંચ માળ પર કોરોના સંક્રમણ દરમિયાન જે આઈસોલેશન વોર્ડ બનાવવામાં આવ્યા હતા તે આજે પણ કાર્યરત છે. આ વોર્ડમાં કુલ 1081 જેટલા બેડ તૈયાર રખાયા છે જેમાં દર્દીઓને જરૂરિયાત મુજબ વેન્ટિલેટર અને ઓક્સિજન સહિતની તમામ તબીબી સવલતો સાથે હોસ્પિટલ તંત્ર સર્જબ બન્યું છે.
![સિવિલ હોસ્પિટલમાં તમામ વ્યવસ્થાઓ ઉભી કરાઈ](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/17984908_01.jpg)
આ પણ વાંચો Gujarat High Court: ડ્રગ્સની હેરાફેરીમાં બાળકોનો ઉપયોગ, હાઈકોર્ટે સુઓમોટો દાખલ કરી
તમામ પરિસ્થિતિને પહોંચી વળવા આગોતરું આયોજન: સિવિલ હોસ્પિટલમાં પ્રતિ કલાકે 24,000 લિટર લિક્વિડ ઓક્સિજનનું નિર્માણ થઈ શકે તે પ્રકારના ઓક્સિજનના પ્લાન્ટ પણ લગાવવામાં આવ્યા છે. કોઈ પણ આકસ્મિક પરિસ્થિતિને પહોંચી વળવા માટે જિલ્લા વહીવટી તંત્રની સાથે સંકલન કરીને જિલ્લા આરોગ્ય તંત્ર પણ H3N2 સહિત કોરોનાને લઈને તમામ પરિસ્થિતિને પહોંચી વળવા માટે આગવું આયોજન પૂર્ણ કર્યું છે.