ETV Bharat / state

ભવનાથમાં અખિલ ગુજરાત સાયકલીંગ સ્પર્ધા યોજાઈ

જૂનાગઢઃ ગીરનાર પર્વત પર દર વર્ષે સ્પર્ધા યોજવામાં આવે છે. જેમાં દેશના હજારો યુવાનો ભાગ લઈ પોતાનું કૌવત બતાવે છે, ત્યારે આજે ભવનાથમાં અખિલ ગુજરાત સાયકલીંગ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું.

cycling competition held in Bhavnath
author img

By

Published : Sep 22, 2019, 5:57 PM IST

ગુજરાત રાજ્ય સાઈકલિંગ એસોસિએશન દ્વારા જૂનાગઢની ભવનાથ તળેટીમાં આ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. ત્રણ કેટેગરીમાં યોજવામાં આવેલી આ સ્પર્ધામાં રાજ્યભરમાંથી 88 જેટલા સાયકલીસ્ટોએ ભાગ લઈને સ્પર્ધાને સફળ બનાવી હતી.

ભવનાથમાં અખિલ ગુજરાત સાયકલીંગ સ્પર્ધા યોજાઈ

ભવનાથમાં આવેલી લાલઢોરી વિસ્તારમાં આ સ્પર્ધાનુ આયોજન કરાયું હતું. જેમાં 27 કિલોમીટરનું અંતર સિનિયર બોયઝ અને ગર્લ્સ માટે રાખવામાં આવ્યું હતું. ગિરનાર પર્વતના ઊબડ ખાબડ રસ્તાઓ અને વરસાદને કારણે લપસી પડાઇ તેવી ચીકણી માટીમાં પણ સાયકલિસ્ટોએ ભારે ઉત્સાહ, રોમાંચ અને જીતવાના ઝનુન સાથે આ સ્પર્ધાને સાચા અર્થમાં માણી હતી.

આજની સ્પર્ધામાં વિજેતા થયેલા સાયકલિસ્ટો આગામી દિવસોમાં રાજ્ય સ્તરે થનારી સ્પર્ધામાં ભાગ લેશે. જો અહીંના સાયકલીસ્ટો ત્યાં પણ સફળ થશે તો, રાષ્ટ્રનું પ્રતિનિધિત્વ કરવા માટે નેશનલ સાયકલીંગ સ્પર્ધાની ઈવેન્ટમાં પણ ભાગ લેવાની આ શુરવીરોને તક મળશે.

Intro:જૂનાગઢની ભવનાથ તળેટીમાં યોજાઈ સાયકલીંગ સ્પર્ધા જેમાં રાજ્યભરમાંથી આવેલા સાયકલિસ્ટો એ ભારે ઉત્સાહ ભેર ભાગ લીધો હતો

Body:જૂનાગઢના ભવનાથમાં અખિલ ગુજરાત સાયકલીંગ સ્પર્ધા નો આયોજન કરવામાં આવ્યું હતું જેમાં સમગ્ર ગુજરાતમાંથી ૮૮ જેટલા સાયકલીસ્ટોએ ભાગ લઈને આ સ્પર્ધાને ભારે રોમાંચ અને એડવેન્ચર સાથે પૂર્ણ કરી હતી

ગુજરાત રાજ્ય સાઈકલિંગ એસોસિએશન દ્વારા જૂનાગઢની ભવનાથ તળેટીમાં અખિલ ગુજરાત સાયકલીંગ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું આ સ્પર્ધામાં સમગ્ર રાજ્યમાંથી આવેલા અંદાજિત ૮૮ જેટલા સાયકલીસ્ટોએ ભાગ લઈને આ સ્પર્ધાને સફળ બનાવી હતી ત્રણ કેટેગરીમાં યોજવામાં આવેલી આ સ્પર્ધામાં સમગ્ર રાજ્યમાંથી આવેલા સાયકલિસ્ટો એ ભારે ઉત્સાહ અને રોમાંચ સાથે ભાગ લીધો હતો

બાઈટ 1 તુષાર સુમેરા મ્યુનિસિપલ કમિશનર જુનાગઢ

ભવનાથમાં આવેલી લાલઢોરી વિસ્તારમાં આ સ્પર્ધાનુ આયોજન કરવામાં આવ્યું હતું જેમાં 27 કિલોમીટરનું અંતર સિનિયર બોયઝ અને ગર્લ્સ માટે રાખવામાં આવ્યું હતું ગિરનાર પર્વતના ઊબડ ખાબડ રસ્તાઓ અને વરસાદને કારણે લપસી પડાય એવી ચીકણી માટીમાં પણ સાયકલિસ્ટો એ ભારે ઉત્સાહ અને રોમાંચ સાથે સ્પર્ધામાં ભાગ લીધો હતો તેમજ જીતવાના ઝનુન સાથે આ સ્પર્ધાને સાચા અર્થમાં માણી હતી એડવેન્ચર સ્પોર્ટ્સ માટે જુનાગઢ હવે ધીમે ધીમે રાજ્યમા જગ્યા બનાવતું જાય છે જૂનાગઢમાં એડવેન્ચર સ્પોર્ટ્સ માટેના ઘણા વિકલ્પો છે જે પૈકીની આ એક સાઈકલ સ્પર્ધા ખૂબ જ રોમાંચ સાથે શરૂ થઇ હતી સ્પર્ધાને બહોળી સંખ્યામાં દર્શકોનો પ્રતિભાવ સાંપડ્યો ન હતો પરંતુ જે પ્રકારે સાયકલીસ્ટો એ જે ઉત્સાહ અને રોમાન્સ સાથે સ્પર્ધા ને પૂર્ણ કરી હતી તે બતાવી આપે છે આગામી દિવસોમાં એડવેન્ચર સ્પોર્ટ્સ માં જૂનાગઢનું પણ નામ આગળ પડતું હશે

બાઈક 1 પાર્થ જરીવાલા સાયકલિસ્ટ સુરત

આજની સ્પર્ધામાં વિજેતા થયેલા સાયકલિસ્ટ આગામી દિવસોમાં રાજ્ય સ્તરે આયોજન થવા જઈ રહેલી રાજ્ય સ્તરની સ્પર્ધામાં ભાગ લેશે અને જો અહીંના સાયકલીસ્ટો ત્યાં પણ સફળ થશે તો રાષ્ટ્રનું પ્રતિનિધિત્વ કરવા માટે નેશનલ સાયકલીંગ સ્પર્ધા ની ઈવેન્ટમાં પણ ભાગ લેવાની તક મળશે

Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.