જૂનાગઢઃ રાજ્ય વિધાનસભાની સામાન્ય ચૂંટણીઓને લઈને હવે રાજકીય માહોલ (Gujarat Assembly election 2022) ખૂબ ગરમાઈ રહ્યો છે. આવા સમયે એઆઈસીસીના પ્રવક્તા અજય ઉપાધ્યાય જુનાગઢમાં જિલ્લા કોંગ્રેસ કાર્યાલય ખાતે ઉપસ્થિત રહીને માધ્યમોને સંબોધન કર્યું હતું. અજય ઉપાધ્યાયે ભાજપ પર (Gujarat BJP) હમ દો હમારે દો ની નીતિ દેશના અર્થતંત્રને (Indian Economy) બરબાદ કરી રહી છે તેવા પ્રહાર કરીને રાજ્ય અને કેન્દ્ર સરકારની આર્થિક નીતિઓની ઝાટકણી કાઢી હતી.
અર્થતંત્રને કરે છે બરબાદઃ રાજ્ય વિધાનસભાની સામાન્ય ચૂંટણીઓને લઈને હવે ધીમે ધીમે માહોલ ગરમાઇ રહ્યો છે. આવા સમયે એ આઈ સી સીના રાષ્ટ્રીય પ્રવક્તા અજય ઉપાધ્યાય જૂનાગઢ જિલ્લા કોંગ્રેસ કાર્યાલય ખાતે માધ્યમમાં સમક્ષ ઉપસ્થિત થઈને આવનારી રાજ્ય વિધાનસભાની ચૂંટણીઓમાં પક્ષના ચૂંટણી પ્રચાર અને લોકોને સ્પર્શતા મુદ્દાઓને લઈને સંબોધન કર્યું હતું. અજય ઉપાધ્યાયે કેન્દ્ર અને રાજ્ય ની સરકાર દેશના અર્થતંત્રને બરબાદ કરી રહી છે. તેઓએ સ્પષ્ટ આક્ષેપ લગાવ્યો હતો કે, અજય ઉપાધ્યાયે કેન્દ્ર અને રાજ્યની સરકારને નાના લઘુ અને મધ્યમ ઉદ્યોગોને બરબાદ કરીને માત્ર મિત્રોના ઉદ્યોગોને પ્રોત્સાહન મળે તે માટેની આર્થિક નીતિ ઓ બનાવીને દેશના અર્થતંત્રને બરબાદ કરી નાખ્યું છે.
સ્થિતિ ડામાડોળઃ જેના વિરોધમાં આગામી રાજ્ય વિધાનસભાની ચૂંટણીઓમાં કોંગ્રેસ પક્ષ મતદારો સમક્ષ જશે અને દેશની આર્થિક સ્થિતિને ડામાડોળ કરનાર ભાજપની સામે મત આપવા માટે અપીલ કરશે. એઆઈસીસીના પ્રવક્તા અજય ઉપાધ્યાયે કેન્દ્ર સરકાર પર આર્થિક નીતિઓને લઈને પ્રહારો કર્યા હતા. વ્યવસાયે અધ્યાપક અને અર્થતંત્રના જાણકાર અજય ઉપાધ્યાયે કેન્દ્ર સરકારની આર્થિક નીતિઓને લઈને પ્રહારો કર્યા હતા તેમણે માધ્યમોને જણાવ્યું હતું કે કેન્દ્ર સરકાર પાસે સારા આર્થિક સલાહકારો છે તે સમયાંતરે દેશની અર્થ વ્યવસ્થાને પાટા પર ચડાવવા અને તેને મજબૂતી મળે તેવા આર્થિક સુધારાઓ કેન્દ્ર સરકારને સતત સૂચવી રહી છે.
સલાહને અવગણાય છેઃ પરંતુ સત્તાના નશામાં ચકચૂર કેન્દ્ર ની સરકાર આર્થિક નીતિના જાણકારોની સલાહોને પણ અવગણીને જાહેરાતોમાં મસ્ત જોવા મળે છે. જેને કારણે દેશની અર્થ વ્યવસ્થા ત્રસ્ત બની ગઈ છે. 1991 બાદ જે પ્રકારે દેશમાં આર્થિક સુધારાઓ લાગુ કરવામાં આવ્યા હતા. તે સમગ્ર વિશ્વ માટે આજે આદર્શ બની ચૂક્યા છે. પરંતુ કેન્દ્રની સરકાર આર્થિક સુધારાઓ માત્ર હમ દો હમારે દો ની નીતિ વચ્ચે લાગુ કરી રહી છે. જેને કારણે દેશની અર્થવ્યવસ્થા સતત તૂટી રહી છે જેને કારણે બેરોજગારી મોંઘવારી જેવા અનેક અસુરો સામે આવી રહ્યા છે.