ગુજરાત રાજ્ય આંગણવાડી કર્મચારી ફેડરેશન દ્વારા ગુજરાત સરકારમાં વારંવાર માંગણીઓ અને પ્રશ્નો રજૂ કરવામાં આવ્યા છે. જેમાં કાયમી કર્મચારી ગણીને એક સમ્માનજનક વેતન આપવાની માંગણી કરી હતી. જે માંગણી પણ સરકારે લક્ષમાં લીધેલ નથી 6 કલાક કામગીરી કરનાર કર્મચારીઓને મામૂલી પગાર વધારો કરીને લોલીપોપ આપવાનો પ્રયાસ કરેલો છે. તેમજ બીજા રાજ્યોની તુલનામાં ગુજરાત રાજ્યમાં જ ઓછો પગાર આપીને આંગણવાડી કર્મચારીઓનુ શોષણ કરવામાં આવે છે.
સરકાર જો આ બાબતે ગંભીરતા નહી વિચારે તો આગામી દિવસોમાં જલદ આંદોલન કરવામાં આવશે તેવી ગુજરાત રાજ્ય આંગણવાડી કર્મચારી ફેડરેશન સંગઠન યુનીટ કેશોદ દ્વારા ચિમકી ઉચ્ચારવામાં આવી છે.