ETV Bharat / state

લૉકડાઉન થશે તો તમાકુ નહીં મળે ! જૂઓ, જૂનાગઢમાં તમાકુ લેવા જામી ભીડ

આજ રાત્રિના આઠ વાગ્યા પછી અમલમાં આવી રહેલા રાત્રિ કરફ્યુને લઈને તમાકુના વ્યસનીઓએ તમાકુની ખરીદી કરવા માટે ઊંચાટ ભર્યો નિર્ણયો કરાઈ રહ્યા છે. જૂનાગઢમાં આવેલા તમાકુનો જથ્થાબંધ વેચાણ કરતી દુકાનોના પર તમાકુ, પાન, બીડી અને સિગરેટના વ્યસનીઓ તમાકુની ખરીદી કરતા જોવા મળ્યા હતા.

તમાકુના ખરીદી માટે વ્યસનીઓની પડાપડી
તમાકુના ખરીદી માટે વ્યસનીઓની પડાપડી
author img

By

Published : Apr 7, 2021, 2:14 PM IST

Updated : Apr 7, 2021, 4:58 PM IST

  • રાજ્ય સરકાર દ્વારા આજે બુધવારે રાત્રેથી કરફ્યુની જાહેરાત
  • તમાકુનું સેવન કરતાં વ્યસનીઓ તમાકુ ખરીદી કરવા માટે પડાપડી કરી
  • કારમી તંગી અને કાળા બજારીનો સામનો કરવા માટે પુર્વ તૈયારી

જૂનાગઢ : કોરોનનું સંક્રમણ સતત વધી રહ્યું છે. આજે રાત્રેથી અમલમાં આવે તે રીતે કરફ્યુની જાહેરાત ગઈકાલે રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવી હતી. કરફ્યુના સમય દરમિયાન તમાકુની કોઈ ખેંચ ન પડે તે માટે પાન, બીડી, તમાકુ અને સિગરેટના વ્યસનીઓમાં ભારે ઉચાટ જોવા મળી રહ્યો છે. આવા જ ઉચાટ ભર્યા વાતાવરણની વચ્ચે તમાકુનું સેવન કરતાં વ્યસનીઓ હવે તમાકુ ખરીદી કરવા માટે પડાપડી કરી રહ્યા છે. ગત lockdown વખતે તમાકુની કારમી તંગી અને કાળા બજારીનો સામનો કરી રહેલા તમાકુના વ્યસનીઓ હવે પાણી પહેલા પાળ બાંધતા હોય તે પ્રકારે જોવા મળી રહ્યા હતા અને આજે સવારથી જ તમાકુની ખરીદી કરવા માટે તમાકુની દુકાનો પર જોવા મળ્યા હતા.

તમાકુના ખરીદી માટે વ્યસનીઓની પડાપડી

આ પણ વાંચો : અમદાવાદમાં રાત્રિ કરફ્યુ પહેલા બાળકોએ બૂમો પાડી પોલીસની ગાડીને દોડાવી, વીડિયો વાયરલ

તમાકુનું સેવન કરતા વ્યસનીઓ ખૂબ જ આકુળ-વ્યાકુળ જોવા મળ્યા હતા

વર્ષ 2020માં કોરોનાને કારણે લાગુ કરવામાં આવેલા lockdown દરમિયાન પાન, માવા, મસાલા અને તેના વેચાણ પર ખૂબ જ પ્રતિબંધાત્મક આદેશો લગાવવામાં આવ્યા હતા. તમાકુનું સેવન કરતા વ્યસનીઓ આ સમય દરમિયાન ખૂબ જ આકુળ-વ્યાકુળ જોવા મળ્યા હતા. જેની તકનો લાભ લઇને કેટલાક લેભાગુ તત્વો દ્વારા પાન બીડી તમાકુ અને સિગારેટની કાળા બજારી કરવા સુધીની ઘટનાઓ સામે આવી હતી. આ વખતે આજથી અમલમાં આવી રહેલા કરફ્યુને ધ્યાને રાખીને તમાકુના વ્યસનીઓ તમાકુના સેવનને લઈને વધુ ઊંચાટ ભર્યા બન્યા છે. તેમજ તમાકુની ખરીદી કરવા માટે આજે સવારથી જ તમાકુની દુકાનમાં લાઈન લગાવતા પણ જોવા મળી રહ્યા છે.

તમાકુના ખરીદી માટે વ્યસનીઓની પડાપડી
તમાકુના ખરીદી માટે વ્યસનીઓની પડાપડી

આ પણ વાંચો : સુરતમાં રાત્રિ કરફ્યુની કાપડ ડિસ્પેચીંગ અને ડિલીવરી પર માઠી અસર

કરફ્યુના સમય પછી તમાકુની બનાવટ કે વેચાણ પર પ્રતિબંધ લગાવાયો નથી

વર્ષ 2020માં લાગુ કરવામાં આવેલા lockdownને કારણે તમાકુનું વેચાણ પર સદંતર પ્રતિબંધ લગાવવામાં આવ્યો હતો. જેને કારણે તમાકુ, પાન, બીડી, સિગારેટ અને તેની બનાવટની કાળાબજારી ખુલ્લેઆમ થતી હતી. આ વર્ષે કરફ્યુના સમય પછી કોઈ પણ પ્રકારની તમાકુની બનાવટ કે તેના વેચાણ પર હજુ સુધી પ્રતિબંધ લદાયો નથી. ત્યારે તમાકુની અછત કે તમાકુની કાળાબજારી થવાની શક્યતાઓ ખૂબ ઓછી જોવાઇ રહી છે. પરંતુ સરકાર કોઇપણ સમયે તમાકુની બનાવટના પર પ્રતિબંધ લગાવી આપે તો તમાકુના વ્યસનીઓ માટે ખૂબ મુશ્કેલ ભર્યું બની શકે છે. આવી પરિસ્થિતિમાં તમાકુનું સેવન કરતા વ્યસનીઓ તમાકુની ખરીદી કરવા માટે બજારમાં નીકળી રહ્યા છે.

Last Updated : Apr 7, 2021, 4:58 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.