ETV Bharat / state

કેશોદ નજીક ટેમ્પોએ મારી પલટી, 2ના મોત - JND

જૂનાગઢઃ કેશોદના કેવદ્રા પાટીયા પાસે એક ટેમ્પો પલટી મારી હતી. જેથી ગોજારો અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં બે વ્યક્તિના ઘટના સ્થળે કમકમાટીભર્યા મોત નીપજ્યા હતા.

સ્પોટ ફોટો
author img

By

Published : Jun 9, 2019, 9:01 PM IST

Updated : Jun 9, 2019, 9:28 PM IST

આ ઉપરાંત આ અકસ્માતમાં 7 લોકો ઈજાગ્રસ્ત થયા હતા. આ અકસ્માતમાં ઘાયલ થયેલા લોકોને સારવાર અર્થે કેશોદની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં છે. અકસ્માતનો ભોગ બનનાર લોકો ગોધરાના રહેવાસી છે.

આ અકસ્માત એવી રીતે બન્યો કે, માંગરોળથી એક ટેમ્પો કેશોદ તરફ જઈ રહ્યો હતો, ત્યારે કેશોદથી પાચ કિલોમીટર દૂર કેવદ્રાના પાટીયા પાસે ટેમ્પોના ડ્રાઇવરે વાહન પરનો કાબૂ ગુમાવતા ટેમ્પો પલટી મારી ગયો હતો. આ ટેમ્પોમાં નવ લોકો સવાર હતાં. જેમાંથી બે વ્યક્તિના ઘટના સ્થળે મોત નીપજયાં છે, જ્યારે સાત લોકોને નાની-મોટી ઈજાઓ થઈ છે. આ ટેમ્પો માંગરોળથી ગોંડલ જઈ રહ્યો હતો. જેને રસ્તામાં અકસ્માત નડ્યો હતો. અકસ્માતમાં ભોગ બનનાર લોકો ગોધરાના રહેવાસી છે.

કેશોદ નજીક ટેમ્પોએ મારી પલટી, 2ના મોત

અકસ્માતમાં ઘાયલ લોકોને 108 દ્વારા સારવાર અર્થે કેશોદની સરકારી હોસ્પિટલમાં ખસેડાયા હતા. જ્યારે મૃતકોના મૃતદેહને કેશોદની સરકારી હોસ્પિટલ ખાતે પોસ્ટમોટમ માટે મોકલવામાં આવ્યાં છે. હાલ આ અંગે કેશોદ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

મૃતક

  1. અનુપ નર્વદ નાયકા(20)
  2. રાકેશ પ્રતાપ નાયકા

ઘાયલ

  1. માગણભાઈ રાયજી પગી (22)
  2. કમરસિંહ સબુરભાઈ નાયકા (20)
  3. ગોવિંદભાઈ રતનભાઈ નાયકા (26)
  4. મેહુલ નાયકા (20)
  5. રાહુલ નાયકા (18)

એંકર

જુનાગઢ કેશોદ ના કેવદ્રા પાટીયા પાસે ગોજારો અકસ્માત
ટેમ્પો પલ્ટી મરાતાં સાત લોકો ને ઈજા
કેશોદ નજીક કેવદ્રા પાટીયા પાસે ની ઘટના
 બે વ્યક્તિઓના ઘટના સ્થળે કમકમાટીભર્યા મોત 
માંગરોળ થી ગોંડલ જતાં રસ્તામાં નડ્યો અકસ્માત
રેવાસી તમામ બધાં ગોધરા
 મોત થનાર
અનુપ નર્વદ નાયકા ઉવ20
રાકેશ પ્રતાપ નાયકા ડેડ
ઇજા પામનાર
માગણભાઈ રાયજી પગીઉવ22
કમર સિંહ સબુર ભાઈ નાયકા ઉવ 20
ગોવિંદ ભાઈ રતન ભાઈ નાયકા ઉવ26
મેહુલ કાંતિ  નાયકાઉવ૨૦
રાહુલ કાંતિ નાયકા ઉવ૧૮

માંગરોળ થી પ્યાગો રીક્ષા કેશોદ તરફ જયરહી હતી ત્યારે કેશોદથી દુર પાચ કીલોમીટર કેવદ્રા ના પાટીયા પાસે પ્યાગો રીક્ષાના ડ્રાઇવરે પોતાના સ્ટીયરીંગપર કાબુ ગુમાવતા રીક્ષા પલ્ટી મારી જતાં રીક્ષામાં સવાર નવ લોકોમાં બે વ્યક્તિના ઘટના સ્થળે મોત નીપજયાં હતા જયારે સાત લોકોને નાનીમોટી ઈજાઓ થતાં 108 દવારા ઘાયલોને કેશોદની સરકારી હોસ્પીટલ ખાતે ખસેડાયા હતા જયારે મરણ પામનારને કેશોદની સરકારી હોસ્પીટલ ખાતે પી એમ માટે મોકલી આપ્યા હતા વધુ તપાસ કેશોદ પોલીશ ચલાવી રહી છે સંજય વ્યાસ જુનાગઢ
Last Updated : Jun 9, 2019, 9:28 PM IST

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.