જૂનાગઢઃ વાડલા ફાટક પાસે રાત્રીના 11 વાગ્યાની આસપાસ 2 બાઈક વચ્ચે અકસ્માત સર્જાતા બન્ને બાઈકમાં આગ લાગી હતી. જેમાં બાઇક સવાર 4 વ્યક્તિઓ આગમાં દાજી ગઈ હતી, પરંતુ સદ નસીબે કોઈ જાનહાની થઇ ન હતી.
અકસ્માતની જાણ જૂનાગઢ ફાયર વિભાગને થતા અધિકારીઓ અને કર્મચારીઓએ ઘટના સ્થળે પહોંચી આગ પર કાબુ મેળવી લીધો હતો, ત્યાર બાદ આગમાં દાઝેલા 4 વ્યક્તિઓને સારવાર માટે સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, અકસ્માત બાદ આંગનું કારણ જાણવા મળ્યું નથી, પરંતુ બન્ને બાઈક ગેસથી ચાલતી હશે અને અકસ્માત સમયે તેમાં આગ લાગી હોવાનું હાલ અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. જૂનાગઢ પોલીસે અકસ્માતનો ગુનો નોધીને વધુ તપાસ હાથ ધરી હતી.