- વિસાવદરના લેરિયામાં બનેલી ઘટના બાદ જૂનાગઢમાં આમ આદમી પાર્ટીની યોજાઈ સભા
- બન્ને પક્ષ વિરુદ્ધ પોલીસે ફરિયાદ નોંધીને કાર્યવાહી હાથ ધરી છે
- આપના એક કાર્યકરને ગંભીર ઈજાઓ પણ થઇ હતી
જૂનાગઢઃ ગઈકાલે વિસાવદર (Visavadar)તાલુકાના લેરિયા ગામમાં આમ આદમી પાર્ટી(APP)ની જન સંવેદના યાત્રા દરમિયાન હુમલો થયો હતો. જેમાં આપના એક કાર્યકરને ગંભીર ઈજાઓ પણ થઇ હતી. ત્યારબાદ આ મામલો ખૂબ જ ઉગ્ર બની ગયો હતો અને આખી રાત દરમિયાન વિસાવદર(Visavadar) પોલીસ મથકે આપના કાર્યકરોના ધરણા જોવા મળ્યા હતા. ત્યારબાદ સામ-સામે બન્ને પક્ષ વિરુદ્ધ પોલીસે ફરિયાદ નોંધીને કાર્યવાહી હાથ ધરી છે.
આ પણ વાંચોઃ 'આપ' ના શરણે ઇસુદાન: મુખ્યપ્રધાન કેજરીવાલે પાર્ટીનો ખેસ પહેરાવી કર્યું સ્વાગત
જૂનાગઢમાં આમ આદમી પાર્ટીની પ્રથમ સભા યોજાઈ
જૂનાગઢ(Junagadh)માં આમ આદમી પાર્ટી(APP)ની પ્રથમ સભા યોજાઈ હતી. જેમાં આપ નેતા મહેશ સવાણી(AAP leader Mahesh Savani)એ રાજ્ય સરકાર હુમલાઓ કરાવીને આપના નેતાઓ વિરુદ્ધ ગંભીર કહી શકાય તેવી 307 જેવી કલમો સાથે પોલીસ ફરિયાદ દાખલ કરાવીને નિચ કક્ષાનુ રાજકારણ કરી રહી હોવાનો સનસનીખેજ આક્ષેપ પણ કર્યો હતો.
પ્રવિણ રામે પણ ચીમકી ભર્યા સ્વરમાં રાજ્ય સરકારને ધરપકડ કરવાની આપી ચિમકી
બે દિવસ પૂર્વે આમ આદમી પાર્ટી(APP)માં જોડાયેલા પ્રવીણ રામ(Pravin Ram) પર લેરીયા હુમલા બાદ 307 જેવી આકરી કલમ લગાવીને તેમની સામે પોલીસ ફરિયાદ દાખલ કરવામાં આવી છે. જેને સહજતાથી લઈને પ્રવિણ રામે(Pravin Ram) રાજ્ય સરકારને ચીમકી આપતાં જણાવ્યું હતું કે, સરકારે ધરપકડ કરવાના ઇરાદા સાથે 307 જેવી કલમનો ઉપયોગ મારી સામે કર્યો છે, તો તેઓ બિલકુલ નિર્ભયતાથી આવી અને મારી ધરપકડ કરે, હું આજીવન જેલમાં જવા તૈયાર છું, પરંતુ સરકારની આવી બેધારી નીતિ સામે ક્યારેય ઝૂકીને રાજકારણ નહીં કરવાની ચીમકી પ્રવિણ રામે ઉચ્ચારી હતી.
આ પણ વાંચોઃ AAPના કાર્યાલયની એક તસવીરના કારણે કોણે માફી માંગી, જાણો કોણ છે આ વ્યક્તિ
પક્ષના કાર્યકરો અને નેતાઓએ વિધાનસભાની ચૂંટણીઓમાં ફતેહ હાંસલ કરવાના લીધા શપથ
ગઇકાલના હુમલા બાદ જૂનાગઢ (Junagadh)શહેરમાં આમ આદમી પાર્ટી(APP)ની પ્રથમ સભા હતી. જેમાં મોટી સંખ્યામાં લોકોએ હાજર રહીને પક્ષના કાર્યકરો અને નેતાઓને ઉમળકાભેર આવકાર્યા અને આગામી વિધાનસભાની ચૂંટણીઓમાં ફતેહ હાંસલ કરવાના શપથ લીધા હતા.