ETV Bharat / state

હાર્દિકના રાજીનામાં બાદ ગોપાલ ઇટાલીયાનો દાવો કેટલો સાચો, AAP બીજા નંબરની પાર્ટી બની

આગામી વિધાનસભાની ચૂંટણને(Gujarat Assembly Election 2022)ધ્યાને રાખીને આપ દ્વારા પરિવર્તન યાત્રાનું આયોજન થયું છે. આપની પરિવર્તન યાત્રા(AAP Parivartan Yatra)જૂનાગઢ પહોંચી હતી. ગોપાલ ઇટાલીયાએ હાર્દિક પટેલના રાજીનામાંને લઈને નિવેદન આપ્યું કે કોઈ પણ વ્યક્તિના રાજકીય પક્ષમાં જવાથી કે જોડાવાથી રાજનીતિને કોઈ ફરક પડતો નથી.

હાર્દિકના રાજીનામાં બાદ ગોપાલ ઇટાલીયાનો દાવો કેટલો સાચો, AAP બીજા નંબરની પાર્ટી બની
હાર્દિકના રાજીનામાં બાદ ગોપાલ ઇટાલીયાનો દાવો કેટલો સાચો, AAP બીજા નંબરની પાર્ટી બની
author img

By

Published : May 19, 2022, 7:47 PM IST

જૂનાગઢઃ આમ આદમી પાર્ટીની પરિવર્તન યાત્રા (AAP Parivartan Yatra)સોમનાથથી શરૂ થઈ હતી. આજે જૂનાગઢ આવી પહોંચી હતી ત્યારે આપ પ્રમુખ ગોપાલ ઇટાલીયાએ કોંગ્રેસમાંથી હાર્દિક પટેલના રાજીનામાંને(Hardik Patel resignation) લઈને મહત્વનું નિવેદન આપ્યું છે. તેમણે જણાવ્યું છે કે દેશ માટે કોઈ વ્યક્તિ મહત્ત્વનો નહીં પરંતુ દેશના નાગરિકો સર્વોચ્ચ હોય છે. આવી પરિસ્થિતિમાં કોઈ પણ વ્યક્તિના રાજકીય પક્ષમાં જવાથી કે જોડાવાથી રાજનીતિને કોઈ ફરક પડતો નથી.

આ પણ વાંચોઃ આમ આદમી પાર્ટી દ્વારા સોમનાથથી પરિવર્તન યાત્રા શરૂ, પક્ષની વિચારધારા સાથે નેતા મતઅપીલ કરશે

વ્યક્તિ રાજનીતિમાં ક્યારે મહત્વનો હોતો નથી - આમ આદમી પાર્ટીની (Aam Aadmi Party)આગામી વિધાનસભાની ચૂંટણને (Gujarat Assembly Election 2022)ધ્યાને રાખીને ગુજરાત પરિવર્તન યાત્રાનું આયોજન થયું હતું. પ્રદેશ પ્રમુખ ગોપાલ ઇટાલીયાની આગેવાનીમાં સોમનાથથી શરૂ થઈ હતી જે જૂનાગઢ આવી પહોંચી હતી. જૂનાગઢ આવ્યા બાદ પ્રદેશ આપના પ્રમુખ ગોપાલ ઇટાલીયાએ હાર્દિક પટેલના કોંગ્રેસમાંથી રાજીનામું આપવાને લઇને મહત્વપૂર્ણ નિવેદન કર્યું હતું તેમણે જણાવ્યું હતું કે કોઈ વ્યક્તિ રાજનીતિમાં ક્યારે મહત્વનો હોતો નથી. દેશ અને રાજ્યના લોકો સર્વોચ્ચ સત્તા સ્થાને હોય છે માટે કોઈપણ વ્યક્તિના રાજકીય પક્ષમાં જોડાવાથી કે રાજકીય પક્ષ છોડવાથી રાજનીતિને કોઈ અસર પડવાની શક્યતાઓ નહીવત્ છે. હાર્દિક પટેલે જે નિર્ણય કર્યો છે તેનો વ્યક્તિ જતા હોઈ શકે છે પરંતુ તેનાથી રાજનીતિને કોઈ ફરક પડવાનો નથી.

આ પણ વાંચોઃ AAP Parivartan Yatra: ગુજરાતમાં AAP પરિવર્તન યાત્રા યોજશે, જાણો કયા કયા શહેરમાંથી નીકળશે

ગુજરાતમાં આપ અને ભાજપ વચ્ચે થશે ટક્કર - પ્રદેશ પ્રમુખ ગોપાલ ઇટાલીયાએ આગામી વિધાનસભાની ચૂંટણીમાં ભાજપ અને આમ આદમી પાર્ટી વચ્ચે સીધી ટક્કર હોવાનો દાવો ઠોક્યો હતો. તેમણે જણાવ્યું હતું કે આગામી વિધાનસભાની ચૂંટણીમાં આમ આદમી પાર્ટીના કાર્યકરો બેરોજગારી, મોંઘવારી, ખેડૂતોના પ્રશ્નો સહીત લોકોની પીડાઓને અગ્રીમતા આપીને ચૂંટણી જંગમાં ઉતરશે અને ગુજરાતના લોકો પર ભરોસો વ્યક્ત કરતા તેમણે જણાવ્યું હતું કે ચૂંટણીમાં આમ આદમી પાર્ટીનો ઝળહળતો વિજય કોંગ્રેસ અંગે ચુટકી લેતા ગોપાલ ઇટાલીયા જણાવ્યું હતું કે દેશનો સૌથી જૂનો પક્ષ ખતમ થઈ રહ્યો છે ત્યારે વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસ ચૂંટણી જંગમાં જોવા જ નહીં મળે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.