- સોશીયલ મીડીયાના માધ્યમથી લફરુ થતાં પરિવાર થયો રમણ ભમણ
- પ્રૌઢ વયની મહિલા સોશીયલ મીડીયાના માધ્યમથી પ્રેમમાં રંગાણી
- મહિલા ત્રણ બાળકોને લઈને પ્રેમી પાસે પહોંચી
જૂનાગઢઃ જૂનાગઢ (Junagadh) શહેરના જોષીપરા વિસ્તારમાં રહેતા અને મજૂરીકામ કરતા પરિવાર આજે વેરવિખેર થઈ ગયો છે. સોશિયલ મીડિયા(social media)ના અતિક્રમણને કારણે આધેડ વયની મજૂરી કરતી મહિલા રાજકોટના યુવાન સાથે પ્રેમ સંબંધ(Love affair) બંધાઈ ગઈ હતી. આ મહિલાના ત્રણ સંતાન હતા. જૂનાગઢના જોષીપરાથી ત્રણેય સંતાનો સાથે રાજકોટ તેના પ્રેમી સાથે રહેવા જતી રહી. મહિલાના પતિએ જુનાગઢ પોલીસને સમગ્ર મામલાની જાણ કરતા પોલીસ પણ ચોંકી ઉઠી હતી.
જૂનાગઢની મહિલા પ્રેમી સાથે ભાગી
જૂનાગઢથી આ મહિલા ત્રણેય સંતાનોને રાજકોટમાં રહેતા પ્રેમી પાસે લાવી હતી. પરંતુ મહિલાએ થોડા સમય બાદ સંતાનો પ્રત્યે ઓરમાયું વર્તન શરૂ કર્યું હતું. મહિલા વર્તનને લઈને આસપાસમાં રહેતા લોકોને જાણ થતાં બાળકોના પિતાને સંપર્ક કરવાનો પ્રયાસો કર્યા હતો. પાડોશીને બાળકોના પિતાનો સંપર્ક થતા પાડોશીએ બાળકોના પિતાને જાણ કરી કે બાળકો તમારી સાથે રહેવા માંગે છે. આ ઉપરાંત સમ્રગ મામલો રાજકોટ યુનિવર્સિટી પોલીસ મથકે પોહચ્યો હતો. ત્યારબાદ રાજકોટ પોલીસ અને જુનાગઢ પોલીસના પ્રયાસોથી ત્રણેય બાળકો તેમની સંમતિથી તેના પિતા સાથે મિલન કરાવ્યું હતુ. પરંતુ મહિલાએ પોતાના પ્રેમી સાથે રહેવાનું રટણ કર્યું હતું.
સોશિયલ મીડિયાનું આક્રમણ દિવસેને દિવસે નુકશાન કારક
સમગ્ર મામલાને લઈને વિભાગીય પોલીસ અધિક્ષક જૂનાગઢ પ્રદિપસિંહ જાડેજાએ ETV ભારતને જણાવ્યું હતું કે, સતત વધી રહેલું સોશિયલ મીડિયાનું આક્રમણ કોઈપણ પરિવારને વેરવિખેર કરી આપે છે. તેનો આ નજર સમક્ષનો તાજો દાખલો છે આજે જે પ્રકારે સોશિયલ મીડિયા સામાજિક સંબંધોને પણ પુર્ણ વિરામ તરફ મૂકતા જાય છે. પરંતુ સોશિયલ મીડિયાના અતિરેકને કારણે અનેક પરીવારો આજ પ્રકારે વેરવિખેર થતા જોવા મળી રહ્યા છે. મહિલા પોતાના પ્રેમી સાથે રાજકોટ રહેવા માટે સંમતિ આપતી હોય ત્યારે આવા કિસ્સામાં પોલીસ પણ વધુ કશું કરી શકે તેમ ન હોય. પરંતુ બાળકોની સહમતિથી તેમને તેમના પિતા સાથે રહેવાની મંજૂરી આપતા રાજકોટ અને જૂનાગઢ પોલીસે ત્રણે સંતાનોને તેમના પિતા સાથે મિલન કરાવીને પોલીસની જવાબદારી નિભાવી હતી.
આ પણ વાંચોઃ 60 વર્ષ પહેલા ધર્મેન્દ્રએ પહેલી કાર 18 હજાર રૂપિયામાં ખરીદી હતી