જૂનાગઢ : ગાંધી ચોક વિસ્તારમાં થયેલ બે યુવકોના અકુદરતી મોત મામલે મહત્વનો ખુલાસો(explanation regarding the natural death of two man) થયો છે. 29 નવેમ્બરના સાંજના 7 કલાકે જુનાગઢ શહેરના ગાંધી ચોક વિસ્તારમાં બે યુવાનોની શંકાસ્પદ હાલતમાં મોત થઈ હતી. જે મામલે પોલીસે સમગ્ર મામલામાં નવો ખુલાસો કર્યો છે. પત્નીએ પ્રેમીને પામવા માટે(A wife kills her husband to get her lover) તેના પતિ અને તેના સાથીદારના પીણામાં ઝેરી દ્રવ્ય પોટેશિયમ સાયનાઈટ મેળવીને હત્યા કરી હતી.
અફવાના આધારે કરાઈ તપાસ: 29 નવેમ્બરના સાંજના 7 કલાકે જુનાગઢ શહેરના ગાંધી ચોક વિસ્તારમાં રીક્ષા ચાલક રફીક ઘોઘારી અને ભરત પિઠડીયાની શંકાસ્પદ હાલતમાં મોત થઈ હતી. બંને યુવાનોના મોત કોઈ ઝેરી નસીલા પદાર્થને કારણે થયા છે તેવી અફવાઓએ પણ જોર પકડ્યું હતું. સમગ્ર મામલાને લઈને કોંગ્રેસ પાર્ટીના વર્તમાન ધારાસભ્ય ભીખાભાઈ જોશી પર સિવિલ હોસ્પિટલે પહોંચી ગયા હતા ત્યારે ઝેરી નશીલા પદાર્થને મોત થયું હશે એવી અફવાઓ વધુ આગળ વધી હતી. મામલાની ગંભીરતાને ધ્યાને લઈને રાજ્યના અધિક પોલીસ મહાનિર્દેશક રાજકુમાર પાંડીયને પણ જુનાગઢ આવીને મામલાની તપાસમાં બાગદોર સંભાળી હતી. બન્ને લોકોના મોત કોઈ ઝેરી દારૂ પીવાથી નહીં થયુ હોવાની વિગતો માધ્યમોને પૂરી પાડી હતી
પ્રેમીને પામવા પતિની હત્યા: સમગ્ર મામલામાં જૂનાગઢ પોલીસ ખૂબ જ ગંભીરતા સાથે તપાસ કરી રહી હતી. જેમાં મૃતક રફીક ઘોઘારીની પત્ની મહેબુદા ઘોઘારીની શંકાસ્પદ વર્તણુકને લઈને પોલીસે વધુ તપાસ હાથ ધરી હતી. આ દરમિયાન પોલીસને મળેલી સચોટ અને નકર હકીકતને આધારે મહેબૂદા ઘોઘારી તેમની સોસાયટી ઘાંચીપટ વિસ્તારમાં રહેતા આસિફ ચૌહાણ સાથે પાછલા કેટલાક મહિના કરતાં વધુ સમયથી પ્રેમ સંબંધમાં બંધાઈ હતી. પરંતુ મૃતક રફીક જ્યાં સુધી જીવિત રહે ત્યાં સુધી બંનેના લગ્ન થવાની શક્યતાઓ નહીંવત જણાતા અંતે મૃતક રફીક ઘોઘારીની પત્ની મહેબુદાબેન અને તેના પાડોશમાં રહેતો તેનો પ્રેમી આસિફ ચૌહાણે રફીક ઘોઘારીને મોતને ઘાટ ઉતારવાનો પ્લાન બનાવી લીધો અને તેમાં સફળતા પણ મેળવી. પરંતુ આ બંને હત્યારાઓની સાથે તેની મદદગારીમાં સામેલ ઈમરાન ચૌહાણ આજે પોલીસ પકડમાં જોવા મળે છે
અકુદરતી મોત માટે ઘડ્યો પ્લાન: આસિફ ચોહાણ અને મહેમુદા ઘોઘારી નામના બંને પ્રેમીઓએ મૃતક રફીક ઘોઘારીનું મોત અકુદરતી લાગે તે રીતે તેનો કાંટો કાઢવાનુ નક્કી કરી નાખ્યું. બંનેએ સાથે મળીને રફીકના ઠંડા પીણામાં પોટેશિયમ સાયનાઈટ જેવું અતિ ઝેરી રસાયણ રફી ઘોઘારી ની જાણ બહાર ભેળવીને તેને તેની રીક્ષામાં મૂકી આપ્યું હતું સમગ્ર ષડયંત્ર થી અજાણ રફીક ઘોઘારી 29 તારીખ ને સાંજના સાત વાગ્યાના સમયે શહેરના ગાંધી ચોક વિસ્તારમાં રિક્ષા ચલાવીને બેઠો હતો ત્યારે તેણે ઠંડા પીણાની ઘૂંટ લગાવી હતી અને તેની સાથે રહેલા તેના અન્ય એક રીક્ષા ચાલક સાથી ભારત પીઠડીયા ને પણ તે પીવા માટે આપી હતી બંને ઠંડુ પીણું પીધા બાદ અચાનક ઢળી પડ્યા અને ઘટના સ્થળે જ બંન્ને નુ કમાટી ભર્યું મોત નીપજ્યું હતું.