સતાધાર જગ્યાના મહંત બાપુ બ્રહ્મલીન થતાં શોકનું વાતાવરણ જોવા મળી રહ્યું છે. બાપુના અંતિમ દર્શનાર્થે સંતો, મહંતો અને સેવકો હાજર રહ્યાં હતા. તો સૌરાષ્ટ્રના સંત અને મહંતોની હાજરીમાં પરિસરમાં ભંડાર રાખવામાં આવ્યાં હતાં. આ ઉપરાંત વિસાવદરથી વોહરા સમાજના લોકો પણ મોટી સંખ્યામાં હાજર રહ્યાં હતાં.
માનવ ધર્મને જીવનનો ધ્યેય માની જીવનાર બાપુની અંતિમ વિદાય થતાં સૌની આંખ ભીની થઈ હતી. આમ, માનવ સેવામાં પોતાનો જીવ હોમનાર બાપુને શ્રદ્ધાંજલિ પાઠવી સૌએ ધન્યતા અનુભવી હતી.