જૂનાગઢઃ લોકડાઉનના પગલે જૂનાગઢ જિલ્લામાં મજૂરી કરી રહેલા શ્રમીકોને તેમના રાજ્ય સુધી પહોંચાડવા માટે વિશેષ પ્રકારની વ્યવસ્થાઓ કરવામાં આવી છે. જે અંતર્ગત જૂનાગઢ રેલવે સ્ટેશનથી મધ્યપ્રદેશના આશરે 1200 જેટલા શ્રમિકોને લઈને ટ્રેન મધ્યપ્રદેશ કરવામાં આવી હતી.
લોકડાઉનને પગલે મજૂરોને તેમના વતન રાજ્ય પહોંચાડવા માટે વિશેષ વ્યવસ્થાઓ કરવામાં આવી રહે છે. જે પૈકી જૂનાગઢ જિલ્લામાં મજૂરી કામ માટે આવેલા મધ્યપ્રદેશના 1200 જેટલા શ્રમિકોને વિશેષ ટ્રેન મારફત તેમના ગૃહરાજ્ય મધ્યપ્રદેશ મોકલવામાં આવ્યા હતા. જિલ્લાના કેશોદ માણાવદર માંગરોળ અને જૂનાગઢના મજૂરોને મોડી રાત્રીના સમયે ટ્રેન મારફત વતન મોકલવામાં આવ્યા હતા.
હજુ પણ જૂનાગઢ જિલ્લામાં રાજસ્થાન ઉત્તર પ્રદેશ મધ્યપ્રદેશ અને બંગાળના સોની કારીગરો પણ ગુજરાતમાં છે. આ લોકોને પણ હવે તેમની જરૂરિયાતને અનુલક્ષીને એમના વતન રાજ્યમાં મોકલવામાં આવવાની કાર્યવાહી કરવામાં આવશે.
આગામી દિવસોમાં વધુ એક ટ્રેનને ઉત્તરપ્રદેશ અને રાજસ્થાનના મજૂરોને લઈને આ બંને રાજ્યોમા મોકલવામાં આવશે. જેની પણ આગામી દિવસોમાં વ્યવસ્થા કરવામાં આવી રહી છે. જેને પણ જૂનાગઢથી રવાના કરવામાં આવનાર હોવાની વ્યવસ્થાઓ પણ કરવામાં આવી રહી છે.