ETV Bharat / state

અત્યાર સુધી વિસાવદર બેઠક પર કઈ રીતે રાજકીય સફર રહી છે તેના પર એક નજર - ધારાસભ્ય ભૂપત ભાયાણી

વિસાવદર બેઠકના આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ભૂપત ભાયાણીએ પક્ષ અને ધારાસભ્ય પદેથી રાજીનામું આપીને લોકસભાની ચૂંટણી પૂર્વે રાજકીય હડકંપ મચાવી દીધો છે. ત્યારે પાછલા પાંચ વર્ષમાં ભાજપને અનુકૂળ ધારાસભ્ય આજે રાજકીય ફલક પર જોવા મળે છે. પરંતુ પ્રતિકૂળ ધારાસભ્યો આજે રાજકીય સંન્યાસની ગર્તામાં ધકેલાઈ ગયા છે.

Etv Bharat
Etv Bharat
author img

By ETV Bharat Gujarati Team

Published : Dec 14, 2023, 7:04 AM IST

જૂનાગઢ : લોકસભાની ચૂંટણી પૂર્વે જ ફરી એક વખત ધારાસભ્યોના રાજીનામા આપવા અને પક્ષ પલટાની મોસમ શિયાળાની ઠંડીમાં રાજકીય ગરમાવો ઊભો કરી રહી છે. રાજીનામા બાદ સત્તાધારી પક્ષ ભાજપને અનુકૂળ અને પ્રતિકૂળ નેતાઓ પર નજર રાખવી પડે, પાછલા પાંચ વર્ષથી ગુજરાતમાં જાણે કે રાજીનામું આપીને સત્તાધારી પક્ષ માં જોડાવાની મોસમ જાણે કે પુર બહારમાં ખીલી હોય તેવો માહોલ જોવા મળે છે. રાજ્યસભાની ચૂંટણી હોય કે ગુજરાત વિધાનસભાની સામાન્ય ચૂંટણી આવા સમયે સત્તાધારી પક્ષ ભાજપ અત્યાર સુધી કોંગ્રેસના ધારાસભ્યોને ખેરવી અને રાજીનામું અપાવવામાં સફળ રહી છે. આજે પ્રથમ વખત આમ આદમી પાર્ટીના ધારાસભ્યને ખેરવીને રાજીનામું અપાવવામાં ભાજપને સફળતા મળી છે.

વિસાવદર બેઠક
વિસાવદર બેઠક

અનુકૂળ બગાવતખોર સત્તા પર પ્રતિકૂળ રાજકીય સન્યાસ પર : આજ સુધી જે ધારાસભ્યોએ રાજીનામા આપ્યા છે, તેમાં ભાજપના અનુકૂળ અને પ્રતિકૂળ ધારાસભ્યોને યાદી પણ ચોક્કસ પણે નજર સમક્ષ તરવરે છે. જે ધારાસભ્ય પક્ષ અને જિલ્લાના આંતરિક સંગઠનને અનુકૂળ હોય તેવા ધારાસભ્ય કોંગ્રેસ માંથી રાજીનામું આપીને ભાજપમાં જોડાયા બાદ ફરી ધારાસભાની ચૂંટણી જીતવામાં સફળ રહ્યા છે. પરંતુ એવા અનેક નામો આજે પણ છે કે જે કોંગ્રેસ માંથી રાજીનામું આપીને ભાજપમાં જોડાયા હતા. પરંતુ તે ચૂંટણી જીતવામાં સફળ રહ્યા નથી તો કેટલાક ધારાસભ્યો આજે રાજકીય સંન્યાસની ગર્તામાં ધકેલાઈ ગયેલા જોવા મળે છે.

વિસાવદર બેઠક
વિસાવદર બેઠક

અન્ય પક્ષ માંથી આવીને પણ ફરી વિજેતા બન્યા : કુવરજી બાવળીયા અને ભરત બોઘરા આ બે નામ એક સમયે જસદણ વિધાનસભામાં ખૂબ જ મહત્વના અને શક્તિશાળી મનાતા હતા. કુવરજી બાવળીયા સાથે ખૂબ જ નિકટના સંબંધો ધરાવનાર ડૉ.ભરત બોઘરા કોંગ્રેસ માંથી બળવો કરીને ભાજપમાં જોડાયા ત્યાર બાદની વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસના કુંવરજી બાવળિયા સામે ચૂંટણી હારી ગયા. પરંતુ આજે ડો.ભરત બોઘરા વડાપ્રધાન મોદીની ગુડબુકમાં હોવાની સાથે રાજકોટ લોકસભા બેઠકના પ્રબળ દાવેદાર માનવામાં આવે છે. ત્યારબાદ સર્જાયેલા રાજકીય સમીકરણો બાદ કુવરજી બાવળિયાએ રાજીનામું આપીને ભાજપમાં જોડાયા અને રૂપાણી સરકારમાં પ્રધાન બન્યા હતા.

વિસાવદર બેઠક
વિસાવદર બેઠક

ત્યાર બાદ ફરી વિધાનસભાની સામાન્ય ચૂંટણીમાં પણ કુંવરજી બાવળીયા જસદણ બેઠક જીતવામાં સફળ રહ્યા અને સાથે સાથે ભુપેન્દ્ર પટેલ સરકારમાં પ્રધાનપદુ જાળવી રાખવામાં સફળ બનતા પણ જોવા મળ્યા હતા. તેવીજ રીતે વર્તમાન કૃષિ પ્રધાન રાઘવજી પટેલ પણ રૂપાણી અને પટેલ સરકારમાં પ્રધાનપદુ જાળવવાની સાથે પોતે જામનગર માંથી ભાજપના ધારાસભ્ય બનાવવામાં પણ સફળ રહ્યા પરંતુ હકુભા જાડેજા રાઘવજી પટેલ ની માફક સફળ બનતા જોવા મળતા નથી.

ઘણા લાંબા સમયથી પત્રકારત્વ સાથે સંકળાયેલા વરિષ્ઠ પત્રકાર સુનિલ જોશી રાજીનામું આપનાર ધારાસભ્યો ની રાજકીય કારકિર્દી ને લઈને પણ સ્પષ્ટ પ્રતિભાવ આપ્યો હતો. તેઓ માને છે કે જે નેતા ભાજપને અનુકૂળ હોય અને આવનારી કોઈપણ ચૂંટણીમાં તે વ્યક્તિ અને જ્ઞાતિના પ્રભુત્વની સાથે ભાજપને જીતાડી શકે તેમજ સ્થાનિક સંગઠનમાં પણ તેમનો વિરોધ ન હોય તેવા નેતા કોંગ્રેસ માંથી આવીને ભાજપના ધારાસભ્ય બન્યા છે. પરંતુ મોટાભાગના નેતાઓ જેતે સમયે રાજકીય જરૂરિયાત મુજબ કોંગ્રેસ માંથી રાજીનામું આપ્યું છે, પરંતુ તેઓ ભાજપમાં રાજકીય કારકિર્દી આગળ ધપાવી શકવામાં અસફળ રહ્યા છે, ત્યારે હવે ભુપત ભાયાણીએ પણ રાજીનામું આપ્યું છે. તેઓ ખુદ કહી રહ્યા છે કે તે ભાજપમાં જોડાશે વિસાવદર બેઠક પર પેટા ચૂંટણી થશે ત્યારે વિસાવદરની જનતાની જે પરંપરા છે તે ચૂંટણીમાં કામ કરતી જોવા મળે તો ભાજપ ભુપત ભાયાણીને ટિકિટ આપીને વિસાવદર બેઠક પરથી ઉમેદવાર બનાવે તો પણ ચૂંટણી જીતવી ભુપત ભાયાણી માટે મુશ્કેલ બની રહેશે.

વિસાવદર બેઠકનો પરિચય : વર્ષ 1995 માં ભાજપના ઉમેદવાર તરીકે કેશુભાઈ પટેલ વિસાવદર બેઠક પરથી ધારાસભ્ય બનવાની સાથે રાજ્યના મુખ્યપ્રધાન પદ સુધી પહોંચ્યા હતા. ત્યાર બાદ ભાજપમાં થયેલા બળવો અને નરેન્દ્ર મોદીના ગુજરાતના મુખ્યમંત્રી બનવા સુધીનો સમય દરમિયાન કેશુભાઈ પટેલ પણ રાજકીય રીતે ખૂબ જ નીચી પાયરીએ જોવા મળ્યા હતા. ભાજપમાં પોતાની જાતને ઉપેક્ષિત માનતા પૂર્વ મુખ્યપ્રધાન કેશુભાઈ પટેલે ગુજરાત પરિવર્તન પાર્ટી ની રચના કરી અને વિસાવદર બેઠક પરથી તેના પુત્ર ભરત પટેલને ચૂંટણી જંગમાં ઉતાર્યો હતો. વિસાવદરની જનતાએ ભરત પટેલ ને હરાવીને કોંગ્રેસના ખેડૂત આગેવાન હર્ષદ રીબડીયાને ધારાસભ્ય નો તાજ પહેરાવ્યો હતો. સતત એક દસકા સુધી વિસાવદર બેઠકનું પ્રતિનિધિત્વ કરતા હર્ષદ રીબડીયાએ વર્ષ 2022 ની વિધાનસભાની સામાન્ય ચૂંટણી પૂર્વે જ કોંગ્રેસ અને ધારાસભ્ય પદેથી રાજીનામું આપીને ભાજપમાં જોડાયા હતા. ચૂંટણીમાં ભાજપે તેમને ઉમેદવાર બનાવ્યા પરંતુ આમ આદમી પાર્ટીના ભુપત ભાયાણી સામે તેનો કારમો પરાજય થયો હતો.

આ દિગ્ગજ નેતાઓને પણ હારનો સામનો કરવો પડ્યો : વર્ષ 2019ની લોકસભાની ચૂંટણીના સમયે કોંગ્રેસના દિગ્ગજ નેતા અને આહીર અગ્રણી જવાહર ચાવડાએ પણ કોંગ્રેસમાંથી રાજીનામું આપીને રૂપાણી સરકારમાં પ્રધાન બન્યા હતા. પેટા ચૂંટણીમાં ચોક્કસ જવાહર ચાવડા નો વિજય થયો અને તેઓ માણાવદરનું ધારાસભ્ય પદ બચાવવાની સાથે રૂપાણી સરકારના પ્રધાન તરીકે પણ કાર્યરત જોવા મળ્યા હતા. પરંતુ વર્ષ 2022 ની વિધાનસભાની સામાન્ય ચૂંટણીમાં ભાજપે જવાહર ચાવડાને માણાવદર બેઠક પરથી ઉમેદવાર બનાવ્યા પરંતુ પરંપરાગત કોંગ્રેસની આ બેઠક પર જાઈન્ટ કિલર અરવિંદ લાડાણીએ જવાહર ચાવડાને હરાવીને પેટા ચૂંટણીમાં થયેલી હારનો બદલો ચૂકતે કર્યો હતો.

રાજકીય સંન્યાસની ગર્તામાં ધકેલાયેલા પુર્વ ધારાસભ્યો : ભાજપના અનુકૂળ નેતા ધારાસભાની ચૂંટણી જીતવામાં સફળ રહ્યા છે. પરંતુ પ્રતિકૂળ ધારાસભ્યો આજે પણ રાજકીય સંન્યાસની ગર્તામાં ધકેલાઈ ગયેલા જોવા મળે છે. જેનું ખૂબ લાંબુ લિસ્ટ જોવા મળે છે. ધારી ના જે. વી. કાકડીયા કોંગ્રેસ માંથી રાજીનામું આપીને આજે પણ ભાજપના ધારાસભ્ય તરીકે ચૂંટાયેલા જોવા મળે છે. પરંતુ વિસાવદરના હર્ષદ રીબડીયા, માણાવદરના જવાહર ચાવડા, મોરબીના બ્રિજેશ મેરજા, ગઢડાના પ્રવીણ મારુ, લીમડીના સોમા પટેલ, જામનગરના હકુભા જાડેજા, વઢવાણના પરસોતમ સાબરીયા અને દેવજીભાઈ ફતેપુરા આજે રાજકીય રીતે સંન્યાસની ગર્તામાં ધકેલાઈ ગયેલા જોવા મળે છે.

  1. પૂર્વ AAP ધારાસભ્ય ભૂપત ભાયાણી કેસરિયા રંગમાં રંગાશે ? રાજીનામું આપ્યા બાદ ભાયાણીએ કર્યો ભડાકો...
  2. રાજકીય નૈતિક મૂલ્યોનું અધઃપતનનું આદર્શ ઉદાહરણ એટલે વિસાવદરના પૂર્વ ધારાસભ્ય ભૂપત ભાયાણી

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.