ETV Bharat / state

ડિસ્કવર ઇન્ડિયા: ગિરનારના પગથિયાનો પણ અનોખો અને રોચક ઈતિહાસ, જુઓ અહેવાલ

ગિરનાર પર્વત અનેક રોચક અને ઐતિહાસિક ઇતિહાસ ધરાવે છે. વર્ષ 1889માં ગીરનારના પગથિયા બનાવવાની શરૂઆત થઇ હતી. જે વર્ષ 1894માં બનીને પૂર્ણ કરવામાં આવી હતી. આ પગથિયાના નિર્માણ માટે જૂનાગઢમાં સૌપ્રથમ વખત ગિરનાર લોટરી નામની પ્રથા પણ શરૂ કરવામાં આવી હોવાના ઐતિહાસિક પૂરાવાઓ આજે પણ જોવા મળી રહ્યાં છે.

-unagadh
ગિરનાર પર્વત પર ચડવા માટેનાં પગથિયાં પણ ધરાવે છે
author img

By

Published : Mar 5, 2020, 10:46 AM IST

Updated : Mar 5, 2020, 11:57 AM IST

જૂનાગઢ: ગિરનાર પર્વત જેટલો પૌરાણિક છે, તેટલો જ પૌરાણિક અને ઐતિહાસિક ઇતિહાસ તેના પર બનાવવામાં આવેલા પગથિયાનો પણ જોવા મળી રહ્યો છે. હા એ વાત ચોક્કસ કે, ગિરનારના ઉત્પત્તિ સમય પછી હજારો વર્ષ બાદ આ પગથિયાનું નિર્માણ થયું હશે, તેવું આપણે કહી શકીએ. મધ્યકાલીન સમયની વાત કરીએ તો હિમાલયના દાદા ગુરુ તરીકે ઓળખાતા ગિરનાર પર્વત પર માત્ર કેડીઓ જોવા મળતી હતી. પ્રથમ સોલંકી કાળમાં જૈન રાજવી કુમારપાળે જટાશંકર મહાદેવ નજીકથી ગિરનાર પર્વત પર ચડવાની સીડીઓ બનાવી હતી, એવું ઇતિહાસના ચોપડે જોવા મળે છે.

જૂનાગઢના નવાબ રસુલખાને હાલની જે સીડીઓ ગિરનાર પર્વત પર જોવા મળી રહી છે. તેની ભૂમિકા તૈયાર કરી હોવાનું માનવામાં આવે છે. રસુલખાનએ હરિદાસ દેસાઇને ગિરનારની સીડી બનાવવાની જવાબદારી સોંપી હતી, તેવું માનવામાં આવે છે. જેને લઇને હરિદાસ દેસાઈએ ગિરનારની સીડી બનાવવા માટે પ્રથમ વખત જૂનાગઢમાં ગિરનાર લોટરીની યોજના અમલમાં મૂકી હતી. વર્ષ 1889ની 8મી ઓગસ્ટે ગિરનાર લોટરીનો પ્રથમ ડ્રો રાખવામાં આવ્યો હતો, ત્યારબાદ ગીરનારના પગથિયાનું બાંધકામ શરૂ કરવામાં આવ્યું હતું. તેવું આજે જણાઈ આવે છે.

ગિરનાર પર્વત પર ચડવા માટેનાં પગથિયાં પણ ધરાવે છે

ગિરનાર પર્વત પર સીડી અને પગથિયા બનાવવાની યોજના અંગેની પ્રથમ મીટિંગ વર્ષ 1888માં મળી હતી. ત્યારબાદ 1889માં પગથિયા બનાવવાની કામગીરી આરંભી દેવામાં આવી હતી. અંદાજિત 5 વર્ષના સમયગાળા બાદ વર્ષ 1894માં ગિરનાર તળેટીથી અંબાજી મંદિર સુધીના પગથિયા બનાવી આપવામાં જે તે સમયના રજવાડા અને શાસકોને સફળતા મળી હતી. આ સીડી બની તેને આજે 126 વર્ષ કરતાં વધુનો સમય વિતી ચૂક્યો છે. ત્યારે હવે આ સીડીના નવીનીકરણ માટે પણ વિચાર કરવામાં આવી રહ્યો છે.

વર્ષ 1999માં યાત્રાધામ વિકાસ બોર્ડ દ્વારા ગિરનાર પ્રોજેક્ટને હાથ પર લેવામાં આવ્યો છે. યાત્રાધામ વિકાસ બોર્ડ ગિરનાર પર્વત પરની સીડીઓનું નવીનીકરણ કરવાની દિશામાં આગળ વધી રહ્યું છે. તેમજ આ વિસ્તારમાં યાત્રિકોને જરૂરી સુવિધાઓ મળી રહે તે માટે પણ આયોજન કરવા જઈ રહ્યા છે. જો યાત્રાધામ વિકાસ બોર્ડને આમાં સફળતા મળે તો 126 વર્ષ બાદ ફરીથી ગિરનારની સીડીનું નવીનીકરણ હાથ ધરવામાં આવશે.

Last Updated : Mar 5, 2020, 11:57 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.