- જૂનાગઢ માળીયા હાટીના તાલુકાના પાણીધ્રા ગામે ખેડુતે પોતાના 30 વીઘા મગફળીના પાકને સળગાવ્યો
- જાયે તો કહાં જાયે જેવી સ્થીતિ માળીયા હાટીના અને માંગરોળ પંથકના ખેડૂતોની સર્જાઈ છે
- વધારે વરસાદને કારણે મગફળીનો પાક સડી જવાથી ખેડૂતે પાકને સળગાવ્યો
જૂનાગઢઃ સૌરાષ્ટ્રમાં આ વર્ષે વરસાદે તારાજી સર્જી છે અને સતત બે મહીના સુધી ધોધમાર વરસાદ વરસી રહ્યો છે, ત્યારે ખેડુતોએ વાવેતર કરેલ મગફળીનો પાક પાણી લાગવાના કારણે સળી ગયો હતો અને ખેડુતોનો મગફળીનો પાક નિષ્ફળ નિવડયો હતો. જેથી ખેડુતોએ સળી ગયેલા પાકને ખેતરમાંથી કાઢીને સળગાવ્યો હતો.
હાલ ખેડુતોને શિયાળુ પાકનુ વાવેતર કરવા ખેતરો ખાલી કરીને શિયાળુ વાવેતર કરવા ખેતરો તૈયાર કરવામાં આવી રહ્યા છે અને મગફળીના પાકમાં માત્ર ડાળા રહી જતા સળી ગયેલ ડાળાને સળગાવવામાં આવ્યા હતા.
ખરેખર સરકારની હવે આંખો ખુલવી જોઇએ અને હજુ સરકાર દ્વારા જે સર્વે કરવાની વાતો કરાઇ રહી છે, જે આ ખેડૂતોને જોતા જ ખબર પડી જાય છે કે ખેડુતોનો પાક નિષ્ફળ નિવડ્યો છે, જેથી આ બાબતે સરકાર ખેડૂતોને તાત્કાલિક સહાઇ કરે તેવી ખેડૂતો દ્વારા માગ કરાઈ છે.