ETV Bharat / state

આજે અમાસના દિવસે શનિ મંદિરોમાં ભક્તોનું ઘોડાપુર - jnd

જૂનાગઢ: શનિ અમાવસ્યા આજના દિવસે શનિ મહારાજ અને હનુમાનજીની પૂજા કરીને ભક્તો શનિ અમાસની ઉજવણી ધાર્મિક વિધિ વિધાન સાથે કરી રહ્યા છે. જેને લઇને જૂનાગઢમાં પણ આજના દિવસની શનિ અમાવસ્યાની ઉજવણી કરવામાં આવી રહી છે.

આજે અમાસના દિવસે શનિ મંદિરોમાં જોવા મળી ભક્તોની ભીડ
author img

By

Published : May 4, 2019, 2:42 PM IST

આજે ચૈત્ર વદ અમાસ અને શનિવારનો અનોખો સંયોગ શનિ અમાવસ્યાના તહેવાર તરીકે મનાવવામાં આવી રહી છે. ન્યાયના દેવ તરીકે ગણાતા શનિ મહારાજની આજના દિવસે આરાધના કરવાનું હિન્દુ ધર્મમાં ખાસ મહત્વ છે. આજના દિવસને શનિ મહારાજની પૂજા માટે શ્રેષ્ઠ માનવામાં આવે છે. શનિ મંદિરોમાં જઈને ભક્તો શનિ મહારાજ પર વિવિધ પ્રકારનાં નૈવૈધ અને પૂજા સામગ્રી ચડાવીને ભગવાન શનિની આરાધના કરશે.

આજે અમાસના દિવસે શનિ મંદિરોમાં જોવા મળી ભક્તોની ભીડ
આજના દિવસને હિન્દુ ધર્મમાં ખાસ મહત્વ આપવામાં આવ્યું છે. શનિદેવના ભક્તો ગરીબોમાં અન્નદાન અને તેમની યથાશક્તિ મુજબ અન્ય પ્રકારના દાન કરીને શનિ જયંતિની ઉજવણી કરતા હોય છે. હિંદુ શાસ્ત્રમાં શનિદેવને ક્રૂર ગ્રહ અને કર્મના દેવ તરીકે પણ માનવામાં આવે છે. શનિ દેવ તેમના ભક્તોના કર્મને આધારે સારૂં અને વિપરીત ફળ આપતા હોય છે. હિન્દુ ધર્મમાં શનિ અમાવસ્યાને ખાસ મહત્વ આપવામાં આવે છે. શનિવાર અને અમાસનો સંયોગ એ હિંદુ ધર્મમાં મહત્વનું છે. ખાસ કરીને શનિ મહારાજ અને હનુમાનજીની પૂજા આજના દિવસે કરવામાં આવે તો શનિ મહારાજ અને હનુમાનજી તેમના ભક્તોનો બેડો પાર કરે તેવી અનન્ય શ્રદ્ધા સાથે ભક્તો આજે શનિ મંદિરોમાં આવી અને ભગવાન શનિદેવ અને હનુમાનજીની પૂજા કરતા જોવા મળ્યા હતા.

આજના દિવસે ભક્તો દ્વારા અન્નદાન વસ્ત્રદાન તેમજ ભક્તોની યથાશક્તિ મુજબ કરવામાં આવેલું કોઇ પણ પ્રકારનું દાન આજના દિવસે વિશેષ ફળદાયી હોય છે. જેને લઇને શનિ અમાવસ્યાના દિવસે દાનનો પણ વિશેષ મહત્વ જોવા મળે છે. ભારતીય હિન્દુ સંસ્કૃતિમાં આજના દિવસે કાળા અને સફેદ તલના તેલનું દાનનું પણ વિશેષ મહત્વ રાખે છે. ભક્તો દ્વારા તલના તેલનો અભિષેક શનિ મહારાજ પર કરવામાં આવે છે. તો તેની સાથે કાળા અડદને પણ શનિ મહારાજને ધરવામાં આવે છે. શનિ મહારાજને કાળો રંગ વધુ પસંદ હોવાને કારણે આજના દિવસે ભક્તો દ્વારા કાળા વસ્ત્રનું દાન કરી અને શનિ અમાવસ્યાની ઉજવણી કરવામાં આવી રહી છે.

Conclusion:શનિ અમાસની શનિ ભક્તોએ કરી ધાર્મિક આસ્થા સાથે ઉજવણી

Intro:આજે શનિ અમાસ ને લઈને શનિ મંદિરોમાં જોવા મળી ભક્તોની ભીડ

Body:આજે શનિવાર અને અમાસ ના અનોખા સંયોગે બનાવવામાં આવી રહી છે શનિ અમાવસ્યા આજના દિવસે શનિ મહારાજ અને હનુમાનજીની પૂજા કરીને ભક્તો શનિ અમાસ ની ઉજવણી ધાર્મિક વિધિ વિધાન સાથે કરી રહ્યા છે

આજે ચૈત્ર વદ અમાસ અને શનિવારનો અનોખો સંયોગ શનિ અમાવસ્યા ના તહેવાર તરીકે મનાવવામાં આવી રહી છે ન્યાય ના દેવ તરીકે ગણાતા શનિ મહારાજની આજના દિવસે આરાધના કરવાનું હિન્દુ ધર્મમાં ખાસ મહત્વ છે આજના દિવસને શનિ મહારાજની પૂજા માટે શ્રેષ્ઠ માનવામાં આવે છે આજના દિવસે શનિ મંદિરોમાં જઈને ભક્તો શનિ મહારાજ પર વિવિધ પ્રકારનાં નૈવૈધ અને પુજા સામગ્રી ચડાવીને ભગવાન શનિની આરાધના કરશે

આજના દિવસને હિન્દુ ધર્મમાં ખાસ મહત્વ આપવામાં આવ્યું છે શનિદેવના ભક્તો આજના દિવસે ગરીબોમાં અન્નદાન અને તેમની યથાશક્તિ મુજબ અન્ય પ્રકારના દાન કરીને શનિ જયંતિની ઉજવણી કરતા હોય છે હિંદુ શાસ્ત્રમાં શનિદેવને ક્રૂર ગ્રહ માનવામાં આવે છે શનિદેવને કર્મના દેવ તરીકે પણ માનવામાં આવે છે શનિ દેવ તેમના ભક્તોના કર્મને આધારે સારું અને વિપરીત ફળ આપતા હોય છે હિન્દુ ધર્મમાં શનિ અમાવસ્યા ને ખાસ મહત્વ આપવામાં આવે છે શનિવાર અને અમાસનો સંયોગ એ હિંદુ ધર્મમાં મહત્વનું છે ખાસ કરીને શનિ મહારાજ અને હનુમાનજીની પૂજા આજના દિવસે કરવામાં આવે તો શનિ મહારાજ અને હનુમાનજી તેમના ભક્તોનો બેડો પાર કરે તેવી અનન્ય શ્રદ્ધા સાથે ભક્તો આજે શનિ મંદિરોમાં આવી અને ભગવાન શનિદેવ અને હનુમાનજીની પૂજા કરતા જોવા મળ્યા હતા

શનિ અમાસના દિવસને દાનના દિવસ તરીકે પણ ઓળખવામાં આવે છે આજના દિવસે ભક્તો દ્વારા અન્નદાન વસ્ત્રદાન તેમજ ભક્તોની યથાશક્તિ મુજબ કરવામાં આવેલું કોઇ પણ પ્રકારનું દાન આજના દિવસે વિશેષ ફળદાયી હોય છે જેને લઇને શનિ અમાવસ્યાના દિવસે દાનનો પણ વિશેષ મહત્વ જોવા મળે છે આજના દિવસે શનિ મંદિરોમાં ભક્તો દ્વારા વિવિધ પ્રકારના પ્રસાદ ધરીને ભગવાન શનિદેવની આરાધના પણ કરતા હોય છે ભારતીય હિન્દુ સંસ્કૃતિમાં આજના દિવસે કાળા અને સફેદ તલના તેલનું દાન પણ વિશેષ મહત્વ રાખે છે ભક્તો દ્વારા તલના તેલનો અભિષેક શનિ મહારાજ પર કરવામાં આવે છે તો તેની સાથે કાળા અડદને પણ શનિ મહારાજને ધરવામાં આવે છે શનિ મહારાજ ને કાળો રંગ વધુ પસંદ હોવાને કારણે આજના દિવસે ભક્તો દ્વારા કાળા વસ્ત્રનું દાન પણ કરવામાં આવે છે તો ભગવાન શનિ મહારાજને આજના દિવસે વિશેષ પ્રકારના કાળા વસ્ત્રો થી શણગારીને શનિ અમાવસ્યા ની ઉજવણી કરવામાં આવી રહી છે.

Conclusion:શનિ અમાસની શનિ ભક્તોએ કરી ધાર્મિક આસ્થા સાથે ઉજવણી
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.