મા અંબાનો પ્રાગટ્ય દિવસ મનાવવામાં આવી રહ્યો છે. ત્યારે જૂનાગઢના ગિરનાર પર્વત પર મા અંબાના મંદિરમાં દિવસ ભર વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. 52 શક્તિ પીઠો પૈકી ગિરનાર પર બિરાજતા મા અંબાનો પોષી પૂનમના દિવસે પ્રાગટ્ય દિન માનવામાં આવે છે.
આ દિવસે મા અંબા પર દૂધ ગંગાજળ દ્વારા અભિષેક કરવામાં આવશે. ત્યારબાદ પ્રથમ પહોરની આરતી કરીને ધ્વજારોહણ કરવામાં આવશે. મા અંબાને ઉદયન શક્તિ પીઠ તરીકે પણ ઓળખવામાં આવે છે. જેને લઈ દિવસભર વિવિધ ધાર્મિક કાર્યક્રમો દ્વારા મા અંબાના પ્રાગટ્ય મહોત્સવની ઉજવણી કરવામાં આવશે.