ETV Bharat / state

Junagadh News: 9 વર્ષની હેતવીએ મહાવીર સ્વામીના પથ પર ચાલી આંબેલ તપ કર્યું

જુનાગઢની હેતવી બાવીશી નામની 9 વર્ષની બાળકીએ મહાવીર સ્વામીના પથ પર ચાલવાનો પ્રયાસ કર્યો છે. હેતવીએ જૈન ધર્મમાં ખૂબ જ મહત્વનું માનવામાં આવતું આંબેલ તપ પૂર્ણ કરીને મહાવીર સ્વામીએ ધર્મનો જે પથ દર્શાવેલો છે તેના પર ચાલવાનો પ્રયાસ કર્યો હતો જેમાં તેને સફળતા મળી છે. નાની બાળકીના આ પ્રયાસને સમગ્ર જૈન સમાજ પણ આવકારી રહ્યો છે.

9 વર્ષની હેતવીએ મહાવીર સ્વામીના પથ પર ચાલી આંબેલ તપ કર્યું

author img

By

Published : Apr 6, 2023, 10:01 PM IST

9 વર્ષની બાળકીએ મહાવીર સ્વામીના પથ પર ચાલવાનો પ્રયાસ કર્યો

જુનાગઢ: હેતવી બાવીશી નામની 9 વર્ષની બાળકી એ મહાવીર સ્વામીના પથ પર ચાલવાનો પ્રયાસ કર્યો છે. હેતવીએ જૈન ધર્મમાં ખૂબ જ મહત્વનું માનવામાં આવતું આંબેલ તપ પૂર્ણ કરીને મહાવીર સ્વામીએ ધર્મનો જે પથ દર્શાવેલો છે તેના પર ચાલવાનો પ્રયાસ કર્યો હતો, જેમાં તેને સફળતા મળી છે. નાની બાળકીના આ પ્રયાસને સમગ્ર જૈન સમાજ પણ આવકારી રહ્યો છે.

નવ વર્ષની બાળકીએ કર્યું આંબેલ તપ: જૈન ધર્મમાં આંબેલ તપસ્ચર્યાને ખૂબ જ મહત્વ પુર્ણ ધર્મની ક્રિયા માનવામાં આવે છે. ભગવાન મહાવીર સ્વામી દ્વારા દર્શાવવામાં આવેલા આંબેલ તપ જૈન ધર્મમાં ધાર્મિક દ્રષ્ટિએ પણ ખૂબ જ મહત્વનું માનવામાં આવે છે. ત્યારે જૂનાગઢમાં રહેતી હેતવી બાવીશી નામની 9 વર્ષની બાળકીએ આંબેલ તપ પૂર્ણ કરીને સૌ કોઈને મહાવીર સ્વામી દ્વારા બતાવવામાં આવેલા માર્ગ પર ચાલવાનું પ્રયાસ કર્યો છે.

આ પણ વાંચો: HANUMAN JAYANTI : હનુમાનજીના જન્મની આ રસપ્રદ કહાણી તમે ભાગ્યે જ સાંભળી હશે

મહાવીર સ્વામીના પથ પર ચાલવાનો પ્રયાસ: માત્ર નવ વર્ષની બાળકીએ ખૂબ જ કઠિન કહી શકાય તે પ્રકારનું આંબેલ તપ પૂર્ણ કર્યું છે. જેને જૈન સમાજના લોકો પણ ખૂબ જ આવકારી રહ્યા છે. બાળકોમાં પણ મહાવીર સ્વામીએ જે ધર્મનો પથ દર્શાવ્યો છે તેના પર ચાલવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે તેને બિરદાવ્યો છે. આંબેલ તપ કોઈપણ વ્યક્તિ માટે ખૂબ જ મુશ્કેલ માનવામાં આવે છે. આ તપ દરમિયાન તમામ પ્રકારના રસાસ્વાદને છોડવાનું હોય છે. જેનું મહત્વ મહાવીર સ્વામીએ જૈન ધર્મમાં સમજાવ્યું છે.

9 વર્ષની હેતવીએ મહાવીર સ્વામીના પથ પર ચાલી આંબેલ તપ કર્યું
9 વર્ષની હેતવીએ મહાવીર સ્વામીના પથ પર ચાલી આંબેલ તપ કર્યું

આ પણ વાંચો: Hanuman Jyanti : જાણો હનુમાનજીના કેટલાક વિશિષ્ટ અને અનુકરણીય ગુણો વિશે

બાફેલું કે પાણી ગ્રહણ કરવું: આંબેલ તપના દિવસો દરમિયાન તપમાં જોડાયેલા પ્રત્યેક વ્યક્તિ એ દિવસમાં એક જ વખત અને તેમાં પણ બાફેલું અને ઉકાળેલું ગરમ પાણી, લીંબુ પાણી ખોરાક તરીકે લેવાનું હોય છે. 24 કલાકમાં માત્ર એક જ વખત પ્રસાદ લેવાની આ ક્રિયા કરવાની હોય છે જે મોટેરાઓ માટે પણ ખૂબ જ મુશ્કેલ મનાય છે. ત્યારે આવી પરિસ્થિતિમાં નવ વર્ષની બાળકી એ મુશ્કેલ કહી શકાય તેવું આંબેલ વ્રત પૂર્ણ કરીને મહાવીર સ્વામીના પથ પર ચાલવાનો પ્રયાસ કર્યો હતો

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.