ETV Bharat / state

ગીરના 8 સિંહોને UPના ગોરખપુરના પ્રાણી સંગ્રહાલયમાં મોકલાશે - gujarat

જૂનાગઢ: ભારત સરકારે મંજૂરી આપતા જુનાગઢ સક્કરબાગ ઝૂ ના 8 જેટલા સિંહોને ઉત્તર પ્રદેશના ગોરખપુર પ્રાણીસંગ્રહાલયમાં મોકલવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.

ગીરના 8 સિંહોને UPના ગોરખપુરના પ્રાણીસંગ્રહાલયમાં મોકલાશે
author img

By

Published : May 7, 2019, 1:31 PM IST

ઉત્તર પ્રદેશના ગોરખપુરમાં ગીરના સિંહોની સંભાળ કરવામાં આવશે. કેન્દ્ર સરકાર દ્વારા જૂનાગઢ પ્રાણી સંગ્રહાલયમાંથી 8 જેટલા સિંહોને ઉત્તરપ્રદેશના ગોરખપુર પ્રાણી સંગ્રહાલયમાં મોકલવામાં આવશે. આ નિર્ણય સરકાર દ્વારા કરવામાં આવ્યો છે.

ગીરના 8 સિંહોને UPના ગોરખપુરના પ્રાણીસંગ્રહાલયમાં મોકલાશે

કેન્દ્ર સરકાર દ્વારા મંજુરી મળતા જૂનાગઢ પ્રાણી સંગ્રહાલયમાંથી 8 જેટલા સિંહો પૈકી 6 માદા અને 2 નર સિંહને ઉત્તરપ્રદેશના ગોરખપુર પ્રાણી સંગ્રહાલયમાં મોકલવામાં આવશે. છેલ્લા કેટલાક સમયથી ઉત્તર પ્રદેશ ગોરખપુર પ્રાણી સંગ્રહાલય અને જૂનાગઢ પ્રાણી સંગ્રહાલયના અધિકારીઓ વચ્ચે પ્રાણીની આપ લે બાબતે વાત ચાલી રહી હતી, પરંતુ જ્યાં સુધી કેન્દ્ર સરકાર દ્વારા સમગ્ર મામલે મંજૂરી ન મળે ત્યા સુધી ગોરખપુર અને જૂનાગઢના પ્રાણીસંગ્રહાલયના અધિકારીઓ કોઈ પણ નિર્ણય ન કરી શકે તેવી સ્થિતિમાં હતા.

ત્યારે કેન્દ્ર સરકાર દ્વારા 8 જેટલા સિંહોને જૂનાગઢ સક્કરબાગ પ્રાણી સંગ્રહાલયથી ઉત્તરપ્રદેશના ગોરખપુર પ્રાણી સંગ્રહાલયમાં મોકલવામાં આવશે. આ સમગ્ર પ્રક્રિયા હવે આગામી થોડા જ દિવસોમાં પૂર્ણ કરવામાં આવશે. ઉત્તરપ્રદેશના અધિકારીઓની એક ટીમ જૂનાગઢ પ્રાણી સંગ્રહાલયમાં આવશે અને જે સિંહોને મોકલવાના છે તે તમામ સિંહોની તબીબી ચકાસણી કરીને અધિકારીઓ દ્વારા સિંહોને હસ્તગત કરવામાં આવશે.

ઉત્તરપ્રદેશ મોકલવામાં આવી રહેલા આ સિંહોને જે તે સમયની ભૌગોલિક પરિસ્થિતિ ગરમી તથા લઈ જવાની અન્ય સવલતને ધ્યાને રાખીને રોડ માર્ગે કે હવાઈમાર્ગે ઉત્તર પ્રદેશના ગોરખપુર મોકલવાની કામગીરી શરૂ કરવામાં આવશે.

જે રીતે જૂનાગઢ પ્રાણી સંગ્રહાલય માંથી 6 માદા સિંહણ અને 2 નર સિંહને ઉત્તરપ્રદેશના ગોરખપુર પ્રાણી સંગ્રહાલયમાં મોકલવામાં આવનાર છે તે મુજબ ઉત્તર પ્રદેશના ગોરખપુર પ્રાણી સંગ્રહાલયમાં જોવા મળતા વિવિધ પક્ષીઓ હિપોપોટેમસ ઉત્તર પ્રદેશમાં જોવા મળતો ગેડો તેમજ ત્યાનું રાજ્ય પક્ષી સારસ સહિતના કેટલાક પ્રાણીઓ અને પક્ષીઓને જૂનાગઢ સક્કરબાગ ઝૂ માં લાવવામાં આવશે. બંને પ્રાણી સંગ્રહાલય વચ્ચે થયેલા કરાર મુજબ જૂનાગઢ પ્રાણી સંગ્રહાલય માંથી 8 જેટલા સિંહો ગોરખપુર જશે તો ગોરખપુર પ્રાણી સંગ્રહાલય માંથી કેટલાક પક્ષીઓ તેમજ અન્ય પ્રાણીઓ કે જે જૂનાગઢ પ્રાણી સંગ્રહાલયમાં જોવા મળતા નથી તેને જૂનાગઢ લાવવામાં આવશે.

આ પ્રક્રિયા પણ આગામી થોડા જ દિવસોમાં પૂર્ણ કરવામાં આવશે. જેમ ગોરખપુર પ્રાણીસંગ્રહાલયમાં સિંહો જોવા મળશે તો જૂનાગઢ પ્રાણી સંગ્રહાલયમાં અત્યાર સુધીના ન જોવા મળેલા પક્ષીઓ હિપોપોટેમસ ગેંડો સહિતના કેટલાક પક્ષી અને પ્રાણીઓ જોવા મળશે જે પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બની શકે છે.

સિંહનું નામ પડે એટલે ગીર અને જૂનાગઢનુ નામ મનમાં રમતું થઈ જાય સિંહો માટે સમગ્ર એશિયામાં એક માત્ર સ્થળ એટલે ગીર અને જૂનાગઢના આસપાસનો જંગલ વિસ્તાર જ્યારે જૂનાગઢમાં નવાબનો શાસન હતું ત્યારે એશિયાના સૌથી જૂના પ્રાણીસંગ્રહાલયનુ નવાબ દ્વારા નિર્માણ કરવામાં આવ્યું હતું. આ નવાબનો સિંહ પ્રેમ સૌ કોઈ જાણે છે ત્યારે જૂનાગઢના ગીર કેસરીની ડણકો હવે રાજ્યના સીમા ઓળગીને ઉત્તરપ્રદેશના ગોરખપુર સુધી સંભળાશે. સિંહોના સંવર્ધનને લઇ રાજ્ય અને કેન્દ્રની સરકાર આ છેલ્લા કેટલાક સમયથી ગંભીર બની છે. ત્યારે આ પ્રકારની પ્રાણીઓને આપ લે સિંહ જેવી શંકટગ્રસ્ત જાતિના પ્રાણીઓ માટે પણ એક આશાનું કિરણ બની શકે છે.

Intro:ભારત સરકારે મંજૂરી આપતા જુનાગઢ સક્કરબાગ ઝૂ ના ૮ જેટલા સિંહો ને ઉત્તર પ્રદેશના ગોરખપુર પ્રાણીસંગ્રહાલયમાં મોકલવાનો નિર્ણય કરવામાં આવ્યો છે

Body:ઉત્તર પ્રદેશના ગોરખપુર માં પણ સંભળાશે ગીરના સિંહોની ડણક કેન્દ્ર સરકાર દ્વારા જુનાગઢ પ્રાણી સંગ્રહાલય માંથી આઠ જેટલા સિંહો ને ઉત્તરપ્રદેશના ગોરખપુર પ્રાણીસંગ્રહાલયમાં મોકલવાનો નિર્ણય કરતા ગીરના સિંહોની ડણક હવે ઉત્તર પ્રદેશના ગોરખપુર માં પણ સંભળાતી જોવા મળશે

કેન્દ્ર સરકાર દ્વારા સૈધાંતિક મંજુરી મળતા હવે જુનાગઢ પ્રાણી સંગ્રહાલય માંથી ૮ જેટલા સિંહો જે પૈકી છ માદા અને બે નર સિંહને ઉત્તરપ્રદેશના ગોરખપુર પ્રાણીસંગ્રહાલયમાં મોકલવાનો નિર્ણય કરવામાં આવ્યો છે છેલ્લા કેટલાક સમયથી ઉત્તર પ્રદેશ ગોરખપુર પ્રાણીસંગ્રહાલય અને જૂનાગઢ પ્રાણી સંગ્રહાલયના અધિકારીઓ વચ્ચે પ્રાણીની આપ લે બાબતે વાટાઘાટો ચાલી રહી હતી પરંતુ જ્યાં સુધી કેન્દ્ર સરકાર દ્વારા સમગ્ર મામલે સૈદ્ધાંતિક મંજૂરી ન મળે ત્યા સુધી ગોરખપુર અને જૂનાગઢના પ્રાણીસંગ્રહાલયના અધિકારી ઓ કોઈ પણ નિર્ણય ન કરી શકે તેવી સ્થિતિમાં હતા ત્યારે આજે કેન્દ્ર સરકાર દ્વારા આઠ જેટલા સિંહોને જુનાગઢ સક્કરબાગ પ્રાણીસંગ્રહાલય થી ઉત્તરપ્રદેશના ગોરખપુર પ્રાણીસંગ્રહાલયમાં મોકલવાના નિર્ણયને મંજૂરી આપતા સમગ્ર પ્રક્રિયા હવે આગામી થોડા જ દિવસોમાં પૂર્ણ કરવામાં આવશે ઉત્તરપ્રદેશના અધિકારીઓની એક ટીમ જુનાગઢ પ્રાણીસંગ્રહાલય માં આવશે અને જે સિંહોને મોકલવાના છે તે તમામ સિંહોની તબીબી ચકાસણી કરીને અધિકારીઓ દ્વારા સિંહોને હસ્તગત કરવામાં આવશે ત્યાર બાદ ઉત્તરપ્રદેશ મોકલવામાં આવી રહેલા આ સિંહોને જે તે સમયની ભૌગોલિક પરિસ્થિતિ ગરમી અને લઈ જવાની અન્ય સવલતને ધ્યાને રાખીને રોડ માર્ગે કે હવાઈમાર્ગે ઉત્તર પ્રદેશના ગોરખપુર મોકલવાની કામગીરી શરૂ કરવામાં આવશે

જે રીતે જુનાગઢ પ્રાણી સંગ્રહાલય માંથી 6 માદા સિંહણ અને બે નર સિંહને ઉત્તરપ્રદેશના ગોરખપુર પ્રાણી સંગ્રહાલયમાં મોકલવામાં આવનાર છે તે મુજબ ઉત્તર પ્રદેશના ગોરખપુર પ્રાણી સંગ્રહાલયમાં જોવા મળતા વિવિધ પક્ષીઓ હિપોપોટેમસ ઉત્તર પ્રદેશમાં જોવા મળતો ગેડો તેમજ ત્યાનુ રાજ્ય પક્ષી સારસ સહિતના કેટલાક પ્રાણીઓ અને પક્ષીઓને જુનાગઢ સક્કરબાગ ઝૂ માં લાવવામાં આવશે બંને પ્રાણી સંગ્રહાલય વચ્ચે થયેલા કરાર મુજબ જુનાગઢ પ્રાણી સંગ્રહાલય માંથી 8 જેટલા સિંહો ગોરખપુર જશે તો ગોરખપુર પ્રાણી સંગ્રહાલય માંથી કેટલાક પક્ષીઓ તેમજ અન્ય પ્રાણીઓ કે જે જૂનાગઢ પ્રાણી સંગ્રહાલયમાં જોવા મળતા નથી તેને જૂનાગઢ લાવવામાં આવશે જે પ્રક્રિયા પણ આગામી થોડા જ દિવસોમાં પૂર્ણ કરવામાં આવશે જેમ ગોરખપુર પ્રાણીસંગ્રહાલયમાં સિંહો જોવા મળશે તો જૂનાગઢ પ્રાણી સંગ્રહાલયમાં અત્યાર સુધીના ન જોવા મળેલા પક્ષીઓ હિપોપોટેમસ ગેંડો સહિતના કેટલાક પક્ષી અને પ્રાણીઓ જોવા મળશે જે પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બની શકે છે

સિંહનું નામ પડે એટલે ગીર અને જૂનાગઢનુ નામ મનમાં રમતું થઈ જાય સિંહો માટે સમગ્ર એશિયામાં એક માત્ર સ્થળ એટલે ગીર અને જૂનાગઢના આસપાસનો જંગલ વિસ્તાર જ્યારે જૂનાગઢમાં નવાબનો શાસન હતું ત્યારે એશિયાના સૌથી જૂના પ્રાણીસંગ્રહાલયનુ નવાબ દ્વારા નિર્માણ કરવામાં આવ્યું હતું આ નવાબનો સિંહ પ્રેમ સૌ કોઈ જાણે છે ત્યારે જૂનાગઢના ગીર કેસરીની ડણકો હવે રાજ્યના સીમા ઓળંગીને ઉત્તરપ્રદેશના ગોરખપુર સુધી સંભળાશે સિંહોના સંવર્ધન ને લઇને રાજ્ય અને કેન્દ્રની સરકાર આ છેલ્લા કેટલાક સમયથી ગંભીર બની છે ત્યારે આ પ્રકારની પ્રાણીઓને આપ લે સિંહ જેવી શંકટ ગ્રસ્ત જાતિના પ્રાણીઓ માટે પણ એક આશાનું કિરણ બની શકે છે જો ગુજરાતના સિંહોને ગોરખપુરનું વાતાવરણ અને તેનો માહોલ પસંદ આવી જાય તો શક્ય છે કે આવતા વર્ષે એ ગોરખપુર પ્રાણી સંગ્રહાલયમાં બાળ સિંહો પર રમતા હશે તો ચોક્કસ કહી શકાય

બાઈટ -01 ડો. રામ રતન નાલા, ડાયરેક્ટર સક્કરબાગ પ્રાણી સંગ્રહાલય જુનાગઢ.

Conclusion:એક રાજ્ય માંથી બીજા રાજ્યમાં પ્રાણી ની આપ લે મની વધુ શરણ જૂનાગઢમાંથી આઠ જેટલા સિંહો તો ઉત્તરપ્રદેશમાંથી કેટલાક પક્ષી અને પ્રાણીઓની થશે આપ લે.
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.