જૂનાગઢ: ઉનાળાનો સમય છે આ સમય દરમિયાન લોકો ગરમીથી રાહત મેળવવા માટે ઠંડાપીણા શેરડીનો રસ આઇસ્ક્રીમ અને સૌરાષ્ટ્રના મોટા ભાગના વિસ્તારોમાં બરફના ગોલા ખાવાનું વિશેષ ચલણ વર્ષોથી જોવા મળે છે, ત્યારે જૂનાગઢ મા બરફના ગોલાના વેપારીએ અનોખી સ્કીમ શરૂ કરી છે ધ કેરાલા સ્ટોરી ચલચિત્ર જોઈને આવેલી કોઈપણ મહિલા યુવતી કે કિશોરીને તમામ રેન્જના ગોલામાં 50 ટકા ડિસ્કાઉન્ટ આપવાની જાહેરાત કરી છે. આ જાહેરાત આગામી 30મી મે સુધી ચાલુ રહેશે કોઈ પણ મહિલા યુવતી કે કિશોરીએ તેમના ખર્ચે ટીકીટ મેળવીને ચલચિત્ર થિયેટરમાં જોયું હશે તેમને આ યોજનાનો લાભ મળશે.
યુવતીઓ ચલચિત્ર અને ગોલા પ્રત્યે આકર્ષાઈ તેવી યોજના: યુવતીઓ કેરાલા સ્ટોરી ચલચિત્ર અને બરફ ના ગોલા પ્રત્યે આકર્ષાય તેને લઈને આ પ્રકારની વિશેષ ડિસ્કાઉન્ટ યોજના શરૂ કરી છે ચલચિત્ર જોયા બાદ કોઈપણ યુવતી કે કિશોરી તેમજ મહિલા ચલચિત્ર જોયા ની ટિકિટ બતાવશે તો તેને વિશેષ ડિસ્કાઉન્ટ માં સામેલ કરવામાં આવશે 50થી લઈને 800 રૂપિયાની બરફના ગોલા ની રેન્જમાં તમામ ચલચિત્ર જોનાર મહિલાઓને આ યોજનાનો લાભ આગામી 30મી તારીખ સુધી મળશે જેમા એક ટિકિટ પર એક વ્યક્તિ ડિસ્કાઉન્ટ નો લાભ મેળવી શકશે.
ગોલા શુદ્ધ અને સાતત્વિક રીતે બનાવાયા: બરફના ગોલામાં તમામ પ્રકારના સુકા મેવાનો ઉપયોગ થાય છે બરફ પણ ફિલ્ટર યુક્ત પાણી માંથી બનાવીને ગોલામાં વાપરવામાં આવે છે વધુમાં પ્રત્યેક ગોલામાં વ્યક્તિની ઈચ્છા અને ટેસ્ટ અનુસાર 12 પ્રકારની ચાસણીઓ પણ લગાવવામાં આવે છે જે શુદ્ધ સાકર માંથી બનાવેલી હોય છે ગોલામાં વાપરવામાં આવતી તમામ ચીજ વસ્તુઓ એકદમ હાઈજીનિક રીતે અને શુદ્ધતાના તમામ પાસાઓને ચકાસીને વાપરવામાં આવી છે જેમાં કોઈ પણ પ્રકારનો કેમિકલ કલર કે હાનિકારક પદાર્થો જોવા મળતા નથી જેથી પણ યુવતીઓ આકર્ષિત થઈ રહી છે પાછલા દિવસો દરમિયાન પ્રતિદિન પાંચથી સાત યુવતીઓ ચલચિત્રની ટિકિટ લઈને ગોલા પર ડિસ્કાઉન્ટ મેળવી ચૂકી છે આ ડિસ્કાઉન્ટ યોજના હજુ પણ 30મી મે સુધી અમલમાં જોવા મળે છે
યુવતીઓ ચલચિત્ર જોઈને તેમાંથી પ્રેરણા પ્રાપ્ત કરે: બરફના ગોલાના વેપારી પાર્થ મશરૂએ ટીવી ભારત સાથે ગોલામાં આપવામાં આવતા ડિસ્કાઉન્ટને લઈને વાત કરી છે. મહિલાઓ અને યુવતીઓ ચલચિત્ર જોઈને તેમાંથી પ્રેરણા પ્રાપ્ત કરે તે માટે ચલચિત્રની ટિકિટ પર ડિસ્કાઉન્ટ જાહેર કર્યું છે ખૂબ બહોળા પ્રમાણમાં યુવતીઓ આ ડિસ્કાઉન્ટ નો લાભ મેળવશે તેવું લાગી રહ્યું છે શરૂઆતના દિવસોમાં પ્રતિદિન પાંચ થી સાત યુવતીઓ ફિલ્મની ટિકિટ સાથે બરફના ગોલામાં ડિસ્કાઉન્ટ મેળવી રહી છે હજુ પણ પાંચ દિવસ દરમિયાન યુવતીઓ અને મહિલાઓની સંખ્યામાં વધારો થશે તેવો આશાવાદ પણ તેઓ રાખી રહ્યા છે.