ETV Bharat / state

કોરોનાના કારણે ત્રણ મહિના દરમિયાન 4,805 વ્યક્તિઓને થયા મોત - Junagadh News

જૂનાગઢ મ્યુનિસિપલ કોર્પોરેશનને જન્મ-મરણ શાખામાં દ્વારા જાણ કારી આપવામાં આવી હતી. પાછલા એક વર્ષના મોતના આંકડાની વાત કરીએ તો તેને લઈને વિગતો મળી રહી નથી. જ્યારે પાછલા ત્રણ મહિના દરમિયાન 4,805 જેટલા લોકોના મોત થયા છે.

કોરોનાના કારણે ત્રણ મહિના દરમિયાન 4,805 વ્યક્તિઓને થયા મોત

author img

By

Published : Jun 1, 2021, 2:06 PM IST

  • ગત ત્રણ મહિનામાં જૂનાગઢ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં 4,805 જેટલા લોકોના મોત
  • કોરોના સંક્રમણ કાળમાં મોતનો આંકડો ખૂબ જ ચિંતાજનક જોવાઈ રહ્યું છે
  • ગત વર્ષના મોતના આંકડાને લઇને રાજ્ય સરકાર જાહેર કરવાને લઈને પણ અનિર્ણિત

જૂનાગઢઃ કોરોના સંક્રમણ કાળમાં પાછલા ત્રણ મહિના દરમિયાન 4,805 જેટલા લોકોના મોત થયા છે. જૂનાગઢ મ્યુનિસિપલ કોર્પોરેશનને જન્મ-મરણ શાખામાં દ્વારા જાણ કારી આપવામાં આવી હતી. પાછલા એક વર્ષના મોતના આંકડાની વાત કરીએ તો તેને લઈને વિગતો મળી રહી નથી. રાજ્ય સરકાર દ્વારા મોતના આંકડાને લઇને ચોક્કસ નીતિ બનાવવામાં આવી રહી છે. તેના ભાગરૂપે ગત વર્ષના મોતના આંકડાઓ જાહેર કરવામાં આવી રહ્યા નથી.

આ પણ વાંચોઃ રાજકોટમાં છેલ્લા 24 કલાકમાં 59 દર્દીઓના કોરોનાના કારણે મોત

4,805 જેટલા લોકોના મોત કરોનાના કારણે મોત નોંધાયા

પાછલા ત્રણ મહિના દરમિયાન જૂનાગઢ મ્યુનિસિપલ કોર્પોરેશન વિસ્તારમાં 4,805 જેટલા લોકોના મોત જન્મ-મરણ શાખામાં નોંધવામાં આવ્યા છે. આ આંકડાઓ પાછલા કેટલાય વર્ષોમાં માર્ચથી લઇને મે મહિના સુધીના સર્વોચ માનવામાં આવી રહ્યા છે. માર્ચ એપ્રિલ અને મે મહિના દરમિયાન કોરોનાનું સંક્રમણ ભયજનક રીતે જોવા મળ્યું હતું જેને કારણે અનેક લોકોના કોરોના સંક્રમણથી મોત થયા છે. તેવું સ્વાભાવિકપણે આપણે સ્વીકારી શકીએ તેમ છીએ. મોતનો આટલો મોટો આંકડો જૂનાગઢ મ્યુનિસિપલ કોર્પોરેશનની જન્મ-મરણ શાખામાં નોંધવામાં આવ્યું હોય તેવું જણાય આવતું નથી ત્રણ મહિનામાં 4,805 જેટલા લોકોના મોત થયા છે. ખૂબ જ ચિંતાજનક જોવા મળી રહ્યો છે. હાલ કોરોનાનું સંક્રમણ ક્રમશઃ ઘટી રહ્યું છે આવી પરિસ્થિતિમાં હવે મોતના આંકડા પણ ધીમે ધીમે ઘટતા જોવા મળી રહ્યા છે.

આ પણ વાંચોઃ મોરબીના રવાપર ગામના 47 વર્ષના વ્યક્તિનું કોરોનાના કારણે મોત

ગત વર્ષના આંકડાઓને લઈને રાજ્ય સરકાર જાહેર કરવા સુધીનો નિર્ણય લઈ શકી નથી

સમગ્ર મામલાને લઈને etv ભારતે મ્યુનિસિપલ કોર્પોરેશનના કમિશનર સાથે ગત વર્ષના આંકડાને લઇને માહિતી એકત્ર કરવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ રાજ્ય સરકાર દ્વારા મોતના આંકડાઓ જાહેર કરવાને લઇને કેટલાક દિશાનિર્દેશો આપવામાં આવ્યા છે. આવી પરિસ્થિતિમાં મ્યુનિસિપલ કોર્પોરેશન ગત વર્ષના આંકડાઓ જાહેર કરવાને લઈને અસમર્થતા દાખવી રહ્યી છે શા માટે રાજ્ય સરકાર ગત વર્ષના આંકડાઓ જાહેર કરતી નથી અને આ વર્ષે થયેલા મોતના સાચા આંકડાઓ કેમ જાહેર કરતાં અચકાય રહી છે તેને લઈને હવે ખૂબ મોટું પ્રશ્નાર્થ જોવા મળી રહ્યું છે. અધિકારીઓ સરકારનો સીધો આદેશ માની રહ્યા છે માટે અહીંથી આંકડાઓ મેળવવા ખૂબ મુશ્કેલ બની રહ્યા છે. તો બીજી તરફ રાજ્ય સરકાર મોતના આંકડાને લઇને કોઇ ફોડ પાડતી જોવા મળતી નથી. જે અનેક શંકા ઉપજાવી રહી છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.