ETV Bharat / state

જૂનાગઢમાં બોર્ડની પરીક્ષામાં નકલી પ્રવેશપત્રો? ગેરરીતિ આચરતાં 3 આરોપી પકડાયાં - Board Exams Malpractice

જૂનાગઢ પોલીસને મળેલી બાતમીના આધારે જોષીપરા વિસ્તારમાં કેટલાક ઈસમો ધોરણ 10 અને 12ની પરીક્ષાના નકલી પ્રવેશપત્રો બનાવીને પરીક્ષામાં ગેરરીતિ કરવાના પ્રયાસ કરી રહ્યાં હતાં. જેને પકડી પાડીને પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

જૂનાગઢમાં બોર્ડની પરીક્ષામાં નકલી પ્રવેશપત્રો? ગેરરીતિ આચરતાં 3 આરોપી પકડાયાં

author img

By

Published : Mar 5, 2020, 8:52 PM IST

જૂનાગઢઃ ધોરણ 10 અને 12ની પરીક્ષાના નકલી પ્રવેશપત્ર બનાવનારા લોકોને પકડવામાં પોલીસને સફળતા મળી હતી. જૂનાગઢ પોલીસને મળેલી બાતમીના આધારે જોષીપરા વિસ્તારમાં રાજેશ ખાંટ નામનો ખાનગી ટ્યુશન સંચાલક પરીક્ષાને લઈને કેટલીક ગેરરીતિ આચરવાનો પ્રયાસ કરવા જઈ રહ્યો છે. જેને લઈને પોલીસ દ્વારા તપાસ કરવામાં આવતા શાંતેશ્વર મહાદેવ વિસ્તારના ભવાની નગરમાંથી નકલી પ્રમાણપત્રોની સાથે તેને બનાવવાના સાધનો સાથે 44 જેટલા નકલી પ્રવેશપત્રો મળી આવ્યાં હતાં. જેને લઈને પોલીસે મુખ્ય આરોપી રાજેશ ખાંટની સાથે અન્ય 2 ઈસમોને ઝડપી પાડયાં હતાં.

જૂનાગઢમાં બોર્ડની પરીક્ષામાં નકલી પ્રવેશપત્રો? ગેરરીતિ આચરતાં 3 આરોપી પકડાયાં
ઝડપાયેલા ઈસમો ક્યા ઈરાદા સાથે આવા નકલી પ્રવેશપત્રો અને પરીક્ષાને લગતાં કેટલાક દસ્તાવેજો બનાવી રહ્યાં હતાં તેને લઈને વધુ તપાસ હાથ ધરી હતી. સમગ્ર મામલામાં 3 આરોપીને પોલીસે પકડી પાડ્યાં છે. હજુ 44 જેટલા આરોપીઓ પોલીસ પકડથી દૂર છે. જેને પકડી પાડવા માટે પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે. ધોરણ 10 અને 12ની પરીક્ષાઓ શરુ થઈ છે, ત્યારે પ્રથમ દિવસે નકલી પ્રવેશપત્રો પકડાતાં જૂનાગઢ જિલ્લામાં પણ ચકચાર મચી છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.