કેશોદના ખમીદાણા ગામના વેપારી હરેશ મોહનલાલ માખેચા કેશોદથી ખમીદાણા જઈ રહ્યા હતા, ત્યારે અજાણ્યા બાઈક ચાલકે ચટણી છાંટી 20 લખા રૂપીયાની લૂંટ કરી હોવાની ફરીયાદ નોંધાવી હતી. જેથી એસપી, ડીવાયએસપી અને એલસીબીનો પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો હતો. આ ઘટનાની ગંભીરતાને લઈ પોલીસે વધુ તપાસ હાથ ધરતા ચોંકાવનારા ખુલાસા થયા હતા.
જેમાં જાણવા મળ્યુ કે, વેપારીએ લૂંટનું ખોટું નાટક કર્યુ હતું. જેની વેપારીએ કબૂલાત કરી હતી. LCB-SOGની પુછપરછમાં વેપારીએ કરી કબૂલાત હતી કે, પોતાની ઉપર 40થી વધું લાખનું દેવુ હોવાથી આ નાટક કર્યું છે.