જૂનાગઢ: જૂનાગઢ જિલ્લો કોરોના સંક્રમિત વ્યક્તિઓથી મુક્ત જોવા મળ્યો હતો. પરંતુ આજે ભેંસાણ આરોગ્ય કેન્દ્રના તબીબ અને તેના પટાવાળાનો રિપોર્ટ પોઝિટિવ આવતા જિલ્લા વહીવટી તંત્રમાં પણ હડકંપ મચી ગયો છે.
જે પ્રકારે ૪૩ દિવસ સુધી જૂનાગઢ જિલ્લાએ કોરોનાને સતત માત આપીને બહુમાન પ્રાપ્ત કર્યું હતું, તે પ્રકારે એમ લાગતું હતું કે, જૂનાગઢ હજુ કોરોનાની પહોંચથી દૂર છે પરંતુ હવે એકસાથે બે પોઝિટિવ કેસ નોંધાઇ જતા ગ્રીન ઝોન જૂનાગઢ પર પણ કોરોનાનું સંકટ તોળાઇ રહ્યુ છે.