- કાચા કામના 14 કેદીઓ થયા કોરોના સંક્રમિત
- માંગરોળ સબ જેલના 14 કેદીઓ કોરોના સંક્રમિત થયા
- એક સાથે 14 કેદીઓ સંક્રમિત થતા પોલીસ તંત્રમાં પણ હડકંપ
જૂનાગઢઃ સમગ્ર રાજ્યમાં કોરોના ભારે કહેર વર્તાવી રહ્યો છે, ત્યારે પાછલા એક અઠવાડિયાથી જૂનાગઢ જિલ્લામાં પણ કોરોના સંક્રમણ સતત વધી રહ્યા છે. મંગળવારના રોજ જૂનાગઢ જિલ્લા માટે વધુ એક માઠા સમાચાર કહી શકાય તેવા અહેવાલો મળી રહ્યા છે. જૂનાગઢ જિલ્લાના માંગરોળમાં આવેલી સબ જેલમાં કાચા કામના એક સાથે 14 કેદીઓના રિપોર્ટ કોરોના સંક્રમિત આવતા તંત્રમાં પણ હડકંપ મચી ગઇ છે. પોઝિટિવ આવનાર તમામ 14 કાચા કામના કેદીઓને જૂનાગઢ કોવિડ કેર સેન્ટરમાં દાખલ કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
એક સાથે 14 કેદીઓ કોરોના પોઝિટિવ
એક સાથે 14 કેદીઓ કોરોના પોઝિટિવ આવતા જિલ્લા પોલીસ અને જેલ તંત્રમાં પણ હડકંપ મચી ગઇ હતી. સંક્રમિત આવેલા તમામ કેદીઓને જૂનાગઢ સિવિલ હોસ્પિટલમાં ચૂસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે સારવાર આપવામાં આવશે. જે પ્રકારે કોરોના સંક્રમણ સતત વધી રહ્યું છે, ત્યારે હવે કોરોના વાઇરસ જેલ સુધી પણ પહોંચી ગયો છે. જે ચિંતાનો વિષય છે.
સંઘપ્રદેશ દાદરા નગર હવેલીમાં કોરોના પોઝિટિવ દર્દીઓની કુલ સંખ્યા 402 થઈ ચૂકી છે. કોરોના મહામારીને અટકાવવા આરોગ્ય અને વહીવટી વિભાગ સતત પ્રયાસો કરી રહ્યું છે. તેમ છતાં કોરોના સેલવાસની જેલમાં પહોંચ્યો છે.
સુરેન્દ્રનગરની સબ જેલમાં સજા ભોગવી રહેલા 39 કેદીઓ અને 1 જેલ કર્મચારીનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા તંત્રમાં દોડધામ મચી છે.
રાજકોટ જિલ્લા કલેક્ટર દ્વારા ગોંડલના વોરાકોટડા રોડ પર આવેલી સબ જેલની મુલાકાત લેવામાં આવતા 43 કેદીનો રેપિડ કોરોના ટેસ્ટ કરવામાં આવ્યો હતો. જેમાંથી 10 કેદીઓ કોરોના પોઝિટિવ નીકળતા જેલ તંત્ર હચમચી ગયું હતું.
મંડોલીના જેલમાં કોરોનાના કારણે એક કેદીનું મોત થયું હતું. હવે તેજ જેલમાં 17 કેદીઓ કોરોના સંક્રમિત મળ્યા છે. આ કેદીઓ કોરોનાથી મૃત્યુ પામનાર કેદી સાથે બેરેકમાં રહેતા હતા. તિહાડ વહીવટીતંત્રે આ તમામ કેદીઓને જેલ નંબર 14માં સ્થળાંતર કરીને તેમની સારવાર શરૂ કરી દીધી છે. જ્યારે આ જ જેલના અન્ય 12 કેદીઓને કોરોન્ટાઇન કરવામાં આવ્યા છે. તિહાડ જેલના ડીજી સંદીપ ગોયલે આ વાતની પુષ્ટિ કરી છે.