ETV Bharat / state

વિશ્વ રેડિયો દિવસ: અભિવ્યક્તિની સ્વતંત્રતાને પ્રોત્સાહન આપવા રેડિયો દિવસની ઉજવણી ! - Junagadh news today

આજે 13 ફેબ્રુઆરી એટલે કે વિશ્વ રેડિયો દિવસ છે. સમગ્ર વિશ્વમાં રેડિયો દિવસની ઉજવણી થઇ રહી છે. 1946માં યુનેસ્કો દ્વારા પ્રથમ વખત રેડિયો મારફતે સમાચાર અને અન્ય ઉપયોગી જાણકારી આપવાની શરૂઆત કરવામાં આવી હતી. તેમજ લોકોને શિક્ષિત કરવા માહિતીનું આદાન પ્રદાન કરવા અને સંસ્કૃતિઓમાં અભિવ્યક્તિની સ્વતંત્રતાને પ્રોત્સાહન આપવાના એક ભાગ તરીકે 13મી ફેબ્રુઆરીના દિવસે વિશ્વ રેડિયો દિવસ ઉજવવાની શરૂઆત કરવામાં આવી હતી.

વિશ્વ રેડિયો દિવસ
વિશ્વ રેડિયો દિવસ
author img

By

Published : Feb 13, 2021, 11:22 AM IST

Updated : Feb 13, 2021, 12:22 PM IST

  • ગુગલીએલ્મો માર્કોની નામના ઇટાલિયન દ્વારા રેડિયોની શોધ કરવામાં આવી
  • આજે 13 ફેબ્રુઆરી એટલેકે વિશ્વ રેડિયો દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે
  • રેડિયો માહિતીની સાથે સાંસ્કૃતિક આધ્યાત્મિક અને શિક્ષણના એક પ્રબળ માધ્યમ તરીકે પ્રસ્થાપિત
  • બદલતા સમય અને માધ્યમોના અતિક્રમણની વચ્ચે રેડિયો દિવસની ઉજવણી

જૂનાગઢ: આજે 13મી ફેબ્રુઆરીના દિવસે સમગ્ર વિશ્વમાં રેડિયો દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે. ગુગલીએલ્મો માર્કોની નામના ઇટાલિયન શોધક દ્વારા રેડિયોની શોધ કરવામાં આવી હતી. રેડિયો સંદેશાવ્યવહારની શક્યતાને સાબિત કરી અને પ્રત્યાયાનનું પ્રબળ માધ્ય્મ તરીકે પ્રસ્થાપિત કર્યું. વર્ષ 1895માં ઇટાલીમાં પોતાનું પ્રથમ રેડિયો સિગ્નલ મોકલ્યું અને પ્રાપ્ત કર્યું હતું. 1899 સુધીમાં ઇંગ્લિશ ચેનલ પર પ્રથમ વાયરલેસ સિગ્નલ મોકલવામા સફળતા મેળવી ત્યારબાદ 13મી ફેબ્રુઆરી 1946ના દિવસથી યુનેસ્કો દ્વારા રેડિયો પર સમાચાર અને અન્ય ઉપયોગી માહિતીની આપવાની શરૂઆત કરવામાં આવી હતી.

વિશ્વ રેડિયો દિવસ
વિશ્વ રેડિયો દિવસ

રેડિયો બન્યા હતા મનોરંજનનું માધ્યમ

સેટેલાઈટ રેડિયો, સામુદાયિક રેડિયો, બ્રોડબેન્ડ રેડિયો, કેમ્પસ રેડિયો, એફ.એમ. રેડિયો, એ.એમ રેડિયોના રૂપે આજે રેડિયો આપણને મનોરંજન, શિક્ષણ અને માહિતી આપતું સરળ અને સુલભ, શ્રાવ્ય માધ્યમ બની ગયું છે.

આજે વિશ્વ રેડિયો દિવસ

કુદરતી આફત કે સંકટના સમયમાં રેડિયો સેવાની સાથે સમાચારની પણ આપ-લે કરતો હતો

આ અગાઉ ભારતમાં વર્ષ 1936માં ઓલ ઇન્ડિયા રેડિયોની શરૂઆત કરવામાં આવી હતી. જે તે સમયે તે વિશ્વનું સૌથી મોટું રેડિયો નેટવર્ક માનવામાં આવતું હતું. રેડિયોની અગત્યતા અને ઉપયોગીતાનું વર્ણન કરતા મહેન્દ્ર મશરૂ જણાવી રહ્યા છે કે, મોરબી હોનારતના સમયમાં રેડિયો દ્વારા સમાચાર તેમના સુધી પહોંચ્યા હતા. ત્યારબાદ તેઓ કાર્યકરો સાથે પૂરગ્રસ્ત મોરબીની મદદ માટે નીકળી પડ્યા હતા. જેતે સમયે રેડિયો માહિતીની સાથે સાંસ્કૃતિક આધ્યાત્મિક અને શિક્ષણના એક પ્રબળ માધ્યમ તરીકે પ્રસ્થાપિત હતું. આજે સમય બદલવાની સાથે રેડિયોમાં પણ બદલાવ જોવા મળી રહ્યો છે જેને કારણે રેડિયો આજે પણ જોવા મળી રહ્યો છે.

Last Updated : Feb 13, 2021, 12:22 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.