જામનગરની આલ્ફા સ્કૂલ હાઈવે નજીક રહેતા અનિલએ નવા બનેલા મકાનમાં આત્મહત્યા કરતા પરિવારમાં શોકનું મોજુ ફરી વળ્યુ હતુ.ઘટનાનિ જાણ પોલીસને થતાં પોલીસ ઘટના સ્થળે પહોચી તપાસ શરુ કરી છે.
મૃતક યુવક અને તેની પત્ની બંને કારખાનામાં મજૂરી કામે જતા હતા અને એકાએક તેમની પત્ની બીમાર પડતાં આર્થિક ભીંસમાં મુકાયો હતો.પત્નીની બીમારી પાછળ પૈસા ખર્ચાઈ જતા અને મકાનના હપ્તા ચડી જતા આર્થિક ભીંસમાં આવી જતા આત્મહત્યા કરી લીધી હોવાનું પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે .યુવકે અન્ય કારણોસર આત્મહત્યા કરી છે કે મકાનના હપ્તા ચડી જતા આત્મહત્યા કરી છે તે તપાસનો વિષય બન્યો છે.