- જામગરમાં કુકર ફાટ્યા બાદ શોર્ટ-સર્કિટથી આગમાં મહિલાનું મોત
- મકાનની ઘરવખરી આગમાં બળીને થઇ હતી ખાખ
- મૃતદેહને પોસ્ટ મોર્ટમ માટે જી. જી. હોસ્પિટલ (G. G. Hospital)માં ખસેડવામાં આવ્યો હતો
જામનગરઃ શહેરના ગાંધીનગર સ્મશાન નજીક આવેલા રહેણાંક મકાનમાં કુકર ફાટ્યા બાદ શોર્ટ-સર્કિટથી આગ લાગતા મહિલા ગંભીર રીતે દાઝી જવાથી ઘટનાસ્થળે જ તેમનું મોત નિપજ્યું હતું અને આગમાં મકાનની ઘરવખરી પણ સળગીને ખાક થઈ ગઈ હતી. બનાવની જાણ થતા ફાયર ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી અને આગને કાબૂમાં લેવા કામગીરી હાથ ધરી હતી.
આ પણ વાંચોઃ સુરતમાં ચાર જગ્યા પર શોર્ટ-સર્કિટના કારણે લાગી હતી આગ
શોર્ટ-સર્કિટથી આગ લાગતાં ઘરમાં રહેલી ઘરવખરી બળીને ખાક
જામનગર શહેરના ગાંધીનગર સ્મશાન પાસેના વિસ્તારમાં આવેલા દિલીપસિંહ ખોડુભા જાડેજાના મકાનમાં કુકર ફાટ્યા બાદ શોર્ટ-સર્કિટથી આગ લાગી હતી અને આ આગમાં ઘરનો સામાન પણ સળગવા લાગ્યો હતો. તેમજ મકાનમાં રહેલા વસંત બા નામના આશરે 70 વર્ષના વૃદ્ધા ગંભીર રીતે દાઝી ગયા હતાં અને ઘટનાસ્થળે જ મોત નિપજ્યું હતું. તેમજ આગ લાગ્યાની જાણ થતા ફાયર વિભાગની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી અને આગને કાબૂમાં લેવા પ્રયાસ હાથ ધર્યો હતો. આ અંગે પોલીસમાં પણ જાણ કરવામાં આવી હતી. પોલીસે મૃતદેહનો કબજો સંભાળી આગળની તપાસ હાથ ધરી હતી.
આ પણ વાંચોઃ દિલ્હીની કોવિડ હોસ્પિટલમાં આગ, કોરોનાના 17 સહિત 26 દર્દીઓને બચાવાયા
મૃતદેહને પોસ્ટ મોર્ટમ અર્થે જી. જી હોસ્પિટલ ખસેડાયો
વસંતબા રસોડામાં રસોઈ કરી રહ્યા હતા. તે દરમિયાન કુકર ફાટ્યું હતું અને બાદમાં શોર્ટ-સર્કિટથી સમગ્ર ઘરમાં આગ લાગી હતી, ત્યારે વસંત બા આગમાં ગંભીર રીતે દાઝી ગયા બાદ ઘટના સ્થળે જ તેમનું મોત નીજપ્યું હતું.