- જામનગરમાં ઘણા સમયથી કપાસનું પણ વાવેતર વધ્યું
- મગફળીની સુધારેલી જાતોનું વાવેતર કરવાથી સારૂં ઉત્પાદન મળી રહ્યું
- લાલ ઈયળના ત્રાસને કારણે કપાસના વાવેતરમાં વર્ષે વર્ષે ઘટાડો
જામનગર : જિલ્લાના ખેડૂતો મુખ્યત્વે મગફળીનું મોટા પ્રમાણમાં વાવેતર કરતા હોય છે. છેલ્લા ઘણા સમયથી કપાસનું પણ વાવેતર વધ્યું છે. લાલ ઈયળના ત્રાસને કારણે કપાસના વાવેતરમાં વર્ષે વર્ષે ઘટાડો થતો જોવા મળી રહ્યો છે. જોકે, મગફળીની સુધારેલી જાતોનું વાવેતર કરવાથી જામનગર પંથકના ખેડૂતો સારૂં એવું ઉત્પાદન પણ મેળવી રહ્યા છે.
જામનગરના ખેડૂતોએ Short Term કપાસના બિયારણનું વાવેતર કરવું
કૃષિ વૈજ્ઞાનિકના જણાવ્યા અનુસાર, જે ખેડૂતો પાસેનું પાણી હોય છે. તેમણે કઈ જાતની મગફળીનું વાવેતર કરવું તેમજ ક્યારે વાવેતર કરવું અને કેવી માવજત કરવી તે અંગે પણ વિસ્તૃત માહિતી આપી છે. ચોમાસા પહેલા મોટાભાગના ખેડૂતો કપાસનું વાવેતર કરતા હોય છે. જેના કારણે લાલ ઈયળનો ત્રાસ ખૂબ જોવા મળે છે. જેના કારણે ખેડૂતોને પૂરતું ઉત્પાદન મળતું નથી. ત્યારે કૃષિ વૈજ્ઞાનિક જણાવી રહ્યા છે કે, જામનગર પંથકના ખેડૂતોએ Short Term કપાસના બિયારણનું વાવેતર કરવું જોઈએ.
આ પણ વાંચો : ઉત્તર ગુજરાતમાં ખેડૂતો ચોમાસુ વાવણી માટે તૈયાર
રોકડિયા પાકોમાં પણ સારી જાતના બિયારણોનું વાવેતરથી વધુ ઉત્પાદન મેળવી શકાય
મોટાભાગના ખેડૂતો મગફળી, કપાસ ઉપરાંત તલ, અડદ, બાજરી અને તુવેરનું પણ વાવેતર કરી સારૂં એવું ઉત્પાદન મેળવે છે. રોકડિયા પાકોમાં પણ સારી જાતના બિયારણોનું વાવેતર કરીને ખેડૂતો વધુ ઉત્પાદન મેળવી અને આર્થિક રીતે સદ્ધર બની શકે છે.
કપાસ સહિતના પાકોમાં સુધારેલા બિયારણો બજારમાં મૂકવામાં આવ્યા
મોટાભાગના ખેડૂતો જૂનવાણી પદ્ધતિ પ્રમાણે ખેતી કરતા હોય છે. જોકે, ખેડૂતો આધુનિક પદ્ધતિથી આજકાલ ખેતી કરતા જોવા મળી રહ્યા છે. રાજ્ય સરકાર દ્વારા મગફળી તેમજ કપાસ સહિતના પાકોમાં સુધારેલા બિયારણો બજારમાં મૂકવામાં આવ્યા હોય છે. આ બિયારણનું વાવેતર કરવામાં આવે તો ખેડૂતોને સારું એવું ઉત્પાદન મળી રહે છે.
આ પણ વાંચો : મહીસાગરમાં ખેડૂતોએ ચોમાસુ પાકની વાવણી માટે કરી તૈયારીઓ
પાણી ન હોય તેવા ખેડૂતોએ રોકડિયા પાકોનું વાવેતર કરવું જોઇએ
ખેડૂતોએ વાવણી પહેલા વ્યવસ્થિત રીતે પોતાના ખેતરમાં ખેતીકામ કરવું જોઈએ અને ત્યારબાદ વરસાદ જોઈ અને જેતે પાકની વાવેતરમાં પસંદગી કરવી જોઈએ. જે ખેડૂતોના ખેતરમાં પિયત લાયક પાણી હોય તેમણે એ પ્રમાણે વાવેતર કરવું જોઇએ અને જે ખેડૂતો પાસે પાણી નથી તેમણે પણ રોકડિયા પાકોનું વાવેતર કરી મબલખ ઉત્પાદન મેળવવું જોઈએ.