જામનગરઃ લોકડાઉન હોવાથી લગ્ન પ્રસંગ પણ યોજાતા નથી. સંપૂર્ણ લોકડાઉન હોવાથી લગ્ન પ્રસંગ યોજવા માટે જિલ્લા વહીવટીતંત્રની મંજૂરી લેવી પડે છે. ત્યારે જામનગર શહેરમાં આજે મહેતા પરિવારના ઘરે લગ્ન પ્રસંગ યોજવામાં આવ્યા હતા.
શહેરમાં લોકડાઉન વચ્ચે લગ્નનો પ્રસંગ યોજાયો છે. જિલ્લા વહિવટી તંત્રની મંજૂરી સાથે લગ્ન વિધી કરવામાં આવી છે. શહેરની પટેલ કોલોની-6 વિસ્તારમાં લગ્ન યોજાયા હતા. ઉલ્લેખનીય છે કે, 12 વ્યક્તિની ઉપસ્થિતિમાં સંપૂર્ણ લગ્નવિધિ કરવામાં આવી હતી.