મહાનગરપાલિકાના ઓફીસના પટાંગણમાં પાણીની એક લાઈન તૂટી જતા ચારે બાજુ પાણી-પાણી થઇ ગયું હતું, ત્યાંથી પસાર થતાં લોકોના મનમાં અનેક સવાલો ઉદ્ભવે તે સ્વાભાવિક વાત છે. કેમ કે, તેનું કારણ એક જ છે કે એક બાજુ પ્રજા પર પાણીનો કાપ ઝીંકવામાં આવે છે અને બીજી તરફ મહાનગરપાલિકાના આંગણામાં પાણીનો આ રીતે વ્યય થાય છે.
જો કે ,પાછળથી લીકેજ દૂર કરી પાણીનો નિકાલ કરવાની કાર્યવાહી હાથ ધરાઈ હતી. જામનગર મહાનગરપાલીકાની કચેરીમાં રજા હોવાથી પાણી વ્યયની મોડેથી જાણ થઇ હતી અને વોટર વર્કસ વિભાગની ટીમ ઘટના સ્થળે દોડી આવી અને લીકેજને તુરંત જ દૂર કર્યું હતું. આ લીકેજ દૂર થાય ત્યાં સુધીમાં પટાંગણમાં ચોતરફ પાણીથી રેલમછેલ થઇ ગયું હતું.