ખાસ કરીને જામનગર જિલ્લામાં નહિવત વરસાદના કારણે પાણીની તંગદીલી અત્યારથી જ ઊભી થઈ છે. જ્યારે બીજી તરફ નર્મદાના નીર હજુ સુધી જામનગરમાં પહોચ્યા નથી. પટેલ નગરમાં મોટી સંખ્યામાં મહિલાઓ એકઠી થઈ હતી અને લગભગ અડધો કલાક સુધી મુખ્ય રસ્તો રોકી માર્ગમાં આવતા જતા વાહનો અટકાવ્યા હતા. આ ઘટનાની જાણ થતા ડેપ્યુટી કમિશ્નર તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી તમામ મહિલાઓને સમજાવી મામલો થાળે પાડવાની કોશીશ કરી હતી.
જો કે, રોષે ભરાયેલા સ્થાનિકોએ જામનગર લાલપુર હાઈવે ચક્કાજામ કરી હલ્લાબોલ કર્યું હતું. અહીં મહત્વનું છે કે, પટેલ નગરના સ્થાનિક રહેવાસીઓએ અગાઉ પણ મેયરને આવેદનપત્ર આપી પાણી માટે રજૂઆત કરી હતી. પરંતુ પાણીની સમસ્યાનો ઉકેલ ન આવતા આખરે સ્થાનિકોએ ઉગ્ર વિરોધ કર્યો હતો.