- JMCના વિરોધ પક્ષના નેતા અલ્તાફ ખફીએ સ્વ ખર્ચે ખોલ્યુ કોવિડ સેન્ટર
- અલ્તાફ ખફીએ સ્વ ખર્ચે 100 બેડનું કોવિડ સેન્ટર કાર્યરત કર્યું
- સમગ્ર હાલાર પંથકના કોવિડના દર્દીઓ અહીં સારવાર લેવા માટે આવી રહ્યા છે
જામનગરઃ ભરતભાઈ પ્રજાપતિ અને મુન્નાભાઈ ગેરેજ વાળાએ રૂપિયા 1 કરોડની કાર કોવિડના દર્દીઓની સેવામાં આપી દીધી છે. એક બાજુ જામનગર જિલ્લાની સરકારી તેમજ ખાનગી હોસ્પિટલ હાઉસફૂલ થઇ ગઇ છે, તો બીજી બાજુ સેવાભાવી સંસ્થાઓ આગળ આવી છે. ઓક્સિજનના કારણે અનેક કોરોનાના દર્દીઓ મોતને ભેટી રહ્યા છે. શાળા નંબર 26માં વિરોધ પક્ષના અલ્તાફ ખફીએ કોવિડ સેન્ટર ઉભુ કર્યુ છે. અહીં કોરોનાના દર્દીઓને વિનામૂલ્યે સારવાર આપવામાં આવી રહી છે.
આ પણ વાંચોઃ વડોદરામાં કોરોના પરિસ્થિતિને લઈ 108 એમ્બ્યુલન્સ સેવા વધારવામાં આવી
બે મિત્રોએ એક કરોડની લેન્ડ રોવર કાર આપી એમ્બ્યુલન્સમાં
જો કે કોરોનાની વિકટ સ્થિતિમાં કોવિડના દર્દીઓને લઈ સગાવ્હાલાઓ હોસ્પિટલમાં ધક્કા ખાઈ રહ્યા છે. કારણ કે, મોટા ભાગની હોસ્પિટલ હાઉસફુલ છે. સાથે-સાથે સેવાભાવી સંસ્થાઓ પણ કપરા સમયમાં આગળ આવી છે અને કોરોનાના દર્દીઓને તાત્કાલિક સારવાર મળી રહે તે માટે તમામ વ્યવસ્થાઓ ઉભી કરવામાં આવી રહી છે. ત્યારે જામનગરમાં બે મિત્રોએ એક કરોડની લેન્ડ રોવર કાર એમ્બ્યુલન્સમાં આપી છે.
આ પણ વાંચોઃ કોરોના મહામારી વચ્ચે દિલ્હીમાં DSGMC દ્વારા નિઃશુલ્ક એમ્બ્યુલન્સ સેવા શરૂ કરાઇ
જામનગર જિલ્લામાં વધી રહ્યા છે કોરોનાના કેસ
જામનગર જિલ્લામાં રોજ 700થી વધુ કોરોનાના પોઝિટિવ કેસ નોંધાયા છે, તો ગુરુ ગોવિંદ હોસ્પિટલમાં રોજ 700થી વધુ લોકોની ઓપીડી પણ કરવામાં આવી રહી છે અને કોઈ હોસ્પિટલમાં રોજ સાડા ત્રણસો જેટલા કોરોનાના દર્દીઓને દાખલ કરવામાં આવી રહ્યા છે.