જામનગરઃ શનિવારના રોજ વતન ભાવાભી ખીજડીયાના આંગણે આર્મીમાં પોતાની ફરજ પૂરી કરીને પધારેલા બે ફોજી જવાનો જાડેજા દેવેન્દ્રસિંહ સુખદેવસિંહ તથા જાડેજા ક્રિપાલસિંહ લખધીરસિંહ ભારતીય સેનામાં સેવા આપી નિવૃત્ત થયા હતા.
દેશની સેવાને કરવા બદલ ભાવાભી ખીજડીયા ગામ તેમજ આસપાસના ગામના લોકોએ તેમની કામગીરી બિરદાવતા આ ફોજી જવાનોનું ભવ્ય સ્વાગત કર્યું હતું. તેમના સન્માનમાં એક રેલીનું પણ આયોજન કરાયું હતું.
ગામલોકોએ દેશની સરહદ પર આપેલી સેવા બદલ આભાર વ્યક્ત કર્યો હતો. ગામ લોકો દ્વારા બંને ફોજી ભાઈઓનું ઉમળકાભેર સ્વાગત કરવામાં આવ્યું હતું.
ભાવાભી ખીજડીયાના ગામ લોકો દરેક નિવૃત્ત થઈને આવનારા ફોજી જવાનોનું હંમેશા ઉમળકાભેર સ્વાગત કરે છે. દેશની સરહદે પોતાની જુવાની વિતાવીને આપણા લોકોની રક્ષા કરી, નિવૃત્ત થઈને આવે ત્યારે તેમનું ગામલોકો સેવા નિવૃતિ સન્માન સમારોહનું આયોજન અચુક કરે છે.