જામનગર શહેરના લાલબંગલા સર્કલ ખાતે સવારે 10 થી 12 દરમિયાન કેન્દ્રીય મજૂર સંગઠનો તેમજ અલગ-અલગ ઉદ્યોગના કર્મચારી સંગઠનોની હડતાલ પર ઉતરી વિરોધ વ્યક્ત કર્યો હતો. બેંક, રેલવે, એસ.ટી., GEB સહિતના કર્મચારીઓ હડતાલમાં જોડાયા હતાં.
હાલની મોંઘવારીને ધ્યાનમાં લેતાં રૂપિયા. 21,000નું રાષ્ટ્રીય લઘુત્તમ વેતન તથા સરકારી ભંડોળમાંથી રૂપિયા. 10,000નું લઘુત્તમ વેતન આપવા, GEB, ST રેલવે અને સ્થાનિક સ્વરાજની સંસ્થાઓમાં નવી પેન્શન સ્કીમના બદલે જુની પેન્શન સ્કીમ લાગુ કરવાની માંગણી ઉપરાંત ખાનગીકરણના વિરોધમાં દેખાવો કર્યા હતાં. જેમાં વિવિધ ટ્રેડ યુનિયનના કર્મચારીઓ મોટી સંખ્યામાં જોડાયા હતાં.