ખાયડી ગામમાં રહેતા અને પાર્ટ ટાઈમમાં સિક્યુરીટી ગાર્ડ તરીકે નોકરી કરતા નારણભાઈ લખમણભાઈ કરમુર (ઉમર. 45) પોતાની ફરજ હતા અને આ વેળાએ ત્યાં એક બાઇકમાં ધસી આવેલા ત્રણ અજાણ્યા શખ્સોએ નારણભાઈ પાસે વાહન ઊભું રાખી કોઈ બાબતે બોલાચાલી શરૂ કરી હતી અને આ બોલાચોલી હત્યામાં પરિણમી હતી.
ગંભીર ઇજા પહોંચાડતા નારણભાઈને લાલપુર દવાખાને ખસેડવામાં આવ્યા હતાં, જ્યાં તેઓને પ્રાથમિક સારવાર આપવામાં આવ્યા પછી વધુ સારવાર માટે જામનગરની જી.જી. હોસ્પિટલમાં ખસેડાયા હતા, જ્યાં તેઓનું મૃત્યુ નિપજતા આ બનાવ હત્યામાં પલટાયો હતો.
બનાવથી જાણ પોલીસને થતા PSI બી.એસ. વાળા તથા સ્ટાફ દોડી ઓવ્યો હતો અને 302, 392,334, GP એક્ટની કલમ 135 હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી.