- અજાણ્યા વાહને બાઇકને અડફેટે લેતા અકસ્માત સર્જાયો
- જામનગર શહેરની ઠેબા ચોકડી અને વિજરખી ડેમ પાસે સર્જાયો અકસ્માત
- એક જ પરિવારના ત્રણ વ્યક્તિના ઘટનાસ્થળે મોત થયા
આ પણ વાંચોઃ સુરતમાં એક્ટિવા ચાલકને બચાવવા જતા કલેક્ટર કચેરીની દીવાલમાં એમ્બ્યુલન્સ ઘૂસી, 2 લોકો ઇજાગ્રસ્ત
જામનગરઃ જામનગર-કાલાવડ હાઇવે પર બુધવારે બપોરના સમયે બાઇક પર આવી રહેલા પરિવારને અજાણ્યા વાહન ચાલકે ઠોકર મારતા એક માસૂમ બાળક સહિત ત્રણના ઘટનાસ્થળે મોત થયા છે. પોલીસે ઘટનાસ્થળે પહોંચી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે. પુરઝડપે આવી રહેલી બસે બાઇકને ઠોકર મારી હોવાનું હાસ જાણવા મળી રહ્યું છે. અકસ્માતમાં 30 વર્ષીય દીનુભાઈ સમડીયા અને 28 વર્ષીય અમુબહેન સમડિયા તેમજ માસૂમ બાળકનું મોત થયું છે. જામનગર શહેર પાસે આવેલી ઠેબા ચોકડી અને વિજરખી ડેમ પાસે અકસ્માત સર્જાયો હતો.
આ પણ વાંચોઃ બેકાબૂ ટેમ્પોએ ફૂટપાથ પર સૂઇ રહેલા 3ને કચડી નાખ્યા
મૃતદેહોને પોસ્ટ મોર્ટમ માટે હોસ્પિટલે ખસેડાયા
પોલીસે પંચનામા કર્યા બાદ ત્રણેય મૃતકના મૃતદેહને જામનગરની જી. જી. હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમ અર્થે લાવવામાં આવ્યા હતા અને મૃતકના પરિવારજનોને જાણ કરવામાં આવી હતી.