માહિતી પ્રમાણે, જામનગર-ખંભાળિયા હાઈવે પર આવેલ બેડ ગામના તળાવમાં ગત્ રાત્રિના અજાણ્યા શખ્સોએ કેમિકલના પ્લાસ્ટિક-લોખંડના બેરલનો જંગી જથ્થો ઉતારી નાશી ગયાં હતાં. જ્યારે સવારે આ બાબતની જાણ થતાં ગ્રામજનો થતાં લોકોના ટોળાં તળાવ ખાતે ઉમટી પડ્યાં હતાં. આ કુતૂહલ વચ્ચે અનેક લોકોએ પાણી ભરવા માટે આ બેરલો હાથવગા કર્યા હતાં.
ગ્રામજનોએ આ બાબતે સિક્કા પોલીસને જાણ કરી હતી, તો પોલીસે તપાસ કરવાના બદલે જાગૃત નાગરિકોને પર્યાવરણ વિભાગને જાણ કરવા સલાહ આપી પોતાની જવાબદારીમાંથી છટકી ગયા હતા. જો કે, આ કેમિકલ ભરેલાં બેરલો આટલી મોટી સંખ્યામાં કોણ ઠાલવી ગયાં? તે તપાસનો વિષય છે. કેમિકલ ઝેરી છે કે કેમ? તે અંગે પણ તપાસ થવી જરૂરી હોવાનું સૂત્રો જણાવી રહ્યાં છે.