ETV Bharat / state

જામનગરમાં વ્યાજખોરોના ત્રાસથી યુવકે ઝેરી દવા ગટગટાવી - Mansukh Solanki

જામનગર: શહેરમાં વ્યાજખોરોનો દિવસેને દિવસે ત્રાસ વધી રહ્યો છે. તેની વચ્ચે શહેરમાં આવેલા હવાઈ ચોકમાં રહેતા 30 વર્ષીય યુવક દ્વારા ઝેરી દવા પીને આત્મહત્યા કરવાનો પ્રયાસ કર્યો હતો. જેમાં યુવકે વ્યાજખોરના ત્રાસને કારણે ઝેરી દવા ગટગટાવી હતી. હાલ આ યુવકને શહેરમાં આવેલી જી.જી હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યો છે.

જામનગરમાં વ્યાજખોરોના ત્રાસથી યુવકે ઝેરી દવા ગટગટાવી
author img

By

Published : Jun 21, 2019, 2:05 PM IST

જામનગરમાં રહેતા જયેશભાઈ નાખવા નામના યુવકે ગુરૂવારની રાત્રે એક વાગ્યે દવા ગટગટાવી લીધી હતી. ત્યારબાદ તેમના પરિવારજનોને જાણ થતા યુવકને જી.જી.હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો. આ યુવક રિક્ષા ચલાવીને પોતાનું ગુજરાન ચલાવે છે. તેમણે ત્રણ વ્યાજખોરો પાસેથી 10 હજાર રૂપિયા વ્યાજ પર લીધા હતા. ત્યારબાદ વ્યાજખોરો દ્વારા 10 હજારના 40 હજાર કરી દેવામાં આવતા જયેશભાઈ મુશ્કેલીમાં મુકાયા હતા.

જામનગરમાં વ્યાજખોરોના ત્રાસથી યુવકે ઝેરી દવા ગટગટાવી

આ સમસ્યાનું સમાધાન ન મળતા તેમજ વ્યાજખોરોના દિવસેને દિવસે વધતા ત્રાસને કારણે તેમણે ગુરૂવારની રાત્રીએ ઝેરી દવા પી લીધી હતી.

GJ_JMR_02_21JUN_YUVAK_DAVA_7202728

જામનગરમાં વધુ એક યુવકે વ્યાજખોરોના ત્રાસથી ઝેરી દવા ગટગટાવી....
Feed ftp

બાઈટ:રમેશભાઈ નાખવા,યુવકના ભાઈ

જામનગરમાં હવાઈ ચોકમાં રહેતા 30 વર્ષીય યુવકે વ્યાજખોરના ત્રાસથી ઝેરી દવા પીધી છે....યુવકને જી.જી.હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે...વ્યાજનું વ્યાજ ચડાવી વ્યાજખોરો પઠાણી ઉઘરાણી કરતા યુવકે ઝેરી દવા પી લેતા તેને તાત્કાલિક હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો છે...

જામનગર શહેરોમાં વ્યાજખોરોનો દિવસેને દિવસે ત્રાસ વધી રહ્યો છે હજુ થોડા દિવસ પહેલા જ એક યુવકે વ્યાજખોરોના ત્રાસના કારણે ઝેરી દવા પી આત્મહત્યા કરી છે ત્યારે ફરી એક વખત વ્યાજખોરોના ત્રાસના કારણે યુવકે ઝેરી દવા પી લેતા ચકચાર મચી ગઈ છે ....

જામનગરમાં હવાઈ ચોક ખાતે રહેતા જયેશભાઈ નાખવા નામના યુવકે રાત્રે એક વાગ્યે દવા પી લેતા તેમના પરિજનો તેમને જેથી હોસ્પિટલમાં સારવાર માટે લાવ્યા છે.....

જયેશભાઈ નાખવા રિક્ષા ચલાવી પોતાનું ગુજરાન ચલાવે છે અને તેમણે ત્રણ વ્યાજખોરો પાસેથી દસ હજાર રૂપિયા વ્યાજે લીધા હતા.. આવ્યા જ કરો એ દસ હજારના 40 હજાર રૂપિયા કરી દેતા રીક્ષા ચલાવી ગુજરાન ચલાવતા જયેશભાઈ મુશ્કેલીમાં મુકાયા હતા અને એકાએક રાત્રીના સમયે ઝેરી દવા પી લેતા ભારે દોડધામ મચી ગઇ છે.....

આમ જામનગરમાં વ્યાજખોરો બેફામ બન્યા છે....
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.