જામનગરમાં ડેન્ટલ કોલેજની બહાર પોતાના ભાઈની ચાની કીટલીમાં કામ કરતા અને કબીરનગરમાં રહેતા એક યુવકની મોડી રાત્રે હત્યા કરી હત્યારા ફરાર થઈ ગયા છે. પોલીસ ઘટનાસ્થળે પહોંચી વધુ તપાસ શરૂ કરી છે. યુવકના માથાના ભાગે બોથડ પદાર્થ મારી હત્યા કરવામાં આવી છે. સિટી B ડિવિઝનના PI સહિતનો પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો.
LCB PI પણ જુના જીમખાનાએ પહોંચ્યા છે અને ડેન્ટલ કોલેજમાં લાગેલા સિસિટીવી કેમેરાની મદદથી આરોપીની શોધખોળ શરૂ કરી છે. જામનગરના કબીરનગરમાં રહેતા મુકેશ પાટડીયા પરિવારમાં સૌથી નાનો છે ત્રણ ભાઈ અને એક બહેન તેના પરિવારમાં છે. આરોપીને પકડવા માટે LCB સહિતની ટીમ સતર્ક થઈ ગઈ છે. પોલીસે શંકાસ્પદ ઇસમોને નજરકેદ કર્યા અને ટૂંક સમયમાં હાથ લાગી જાય તેવી શક્યતા છે.