જામનગર જિલ્લા પંચાયતના હેલ્થ કમિટીના ચેરમેન અરવિંદભાઈ ગામમાં વધતાં રોગચાળાનો અહેવાલ મળ્યો હતો. જેમાં 25 દર્દીઓ ગંભીર બીમારીથી પીડાઈ રહ્યાં હોવાની જાણકારી હતી. ત્યારબાદ અરવિંદભાઈએ તાત્કાલિક ધોરણે આરોગ્યની ટીમ લઈ ગામમાં પહોંચ્યાં હતાં અને રોગચાળાને નાથવાની કામગીરી હાથ ધરી હતી.
આરોગ્યની ટીમે લોકોના ઘરોમાં જઈ ડેન્ગ્યુની તપાસ કરી હતી અને તાવના દર્દીઓનું મેડીકલ ચેકઅપ કર્યુ હતું. સાથે વિવિધ મેડીકલ ટેસ્ટ પણ કરાયા હતા. આ ઉપરાંત આજુબાજુના વિસ્તારમાં લોકોનું મેડિકલ ચેકઅપ કરાયું હતું અને ડેન્ગ્યુના મચ્છરોના ઉપદ્રવને નષ્ટ કરાયો હતો. ત્યારબાદ ગ્રામજનોને સારવાર અર્થે પૂરતી સુવિધા મળી રહે તે માટેના નક્કર આયોજન પણ આ સાથે જ કરવામાં આવ્યું હતું.
આમ, દર્દીઓની માહિતી મળતાં આરોગ્ય સમિતિના ચેરમેને તાલુકા હેલ્થ ઓફિસર સહિતની 25 લોકોની ટીમ સણોસરા ગામે આવી પહોંચી હતી. ગામમાં તાત્કાલિક ધોરણે ડૉક્ટરો આરોગ્યલક્ષી કાર્ય હાથ ધર્યુ હતું. ત્યારબાદ ગ્રામજનોએ રાહતનો શ્વાસ લીધો હતો.