જામનગરઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રાષ્ટ્રના ધંધા-ઉદ્યોગ-રોજગાર માટે રૂપિયા 20 લાખ કરોડનું પેકેજ જાહેર કરતા જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લાના સંસદ સભ્ય પૂનમ માડમે મોદી સાહેબનો ખુબ ખુબ આભાર વ્યક્ત કરી આ પેકેજને હાલના મહાસંકટમાં કવચ સમાન ગણાવી જનકલ્યાણકારી નિર્ણય બદલ કેન્દ્ર સરકારનો પણ આભાર વ્યક્ત કર્યો છે.
ભારતના દીર્ઘદૃષ્ટા વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા "આત્મનિર્ભર ભારત" માટે જાહેર કરાયેલું 20 લાખ કરોડ રૂપિયાનું આર્થિક પેકેજ સમગ્ર ભારતીયો માટે કોરોના મહાસંકટના કહેરમાં આર્થિક કવચ સમાન બની રહેશે તેમ સંસદ સભ્ય પૂનમબેન માડમે જણાવીને આ નોંધપાત્ર પેકેજ ભારતના અર્થતંત્રમાં પ્રાણ પુરનારૂં ગણાવ્યું છે.
આ ઉપરાંત દરેક સ્તરના ઉદ્યોગો માટે ગતિશીલતા લાવનારૂં આ પેકેજ રાષ્ટ્રને પ્રગતિ સાથે વિકાસની ગતિ ઉપર લઇ જનારૂં ગણાવી સંસદ સભ્ય પૂનમબેન માડમે આ જનકલ્યાણકારી નિર્ણય લેવા બદલ કેન્દ્ર સરકારનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કર્યો છે. આ સાથે સાથે આ આર્થિક પેકેજ સમાજના દરેક વર્ગને સબળ તેમજ ભારતને આત્મનિર્ભર બનાવવાના ઉદેશ્ય સાથે મહત્વના કદમ સમાન હોઇ, સાંસદ પૂનમબેન માડમે, વડાપ્રધાન મોદીનો ફરીથી આભાર વ્યક્ત કર્યો હતો.