વિદેશ પ્રધાન સુષ્મા સ્વરાજે રાષ્ટ્રીય સુરક્ષા તેમજ પાકિસ્તાન સાથેની ભારતની સુરક્ષા નીતિ અને વિશ્વ ફલક ઉપર નરેન્દ્રભાઇ મોદીનું વધતુ પ્રભુત્વની લોકો સમક્ષ વાત કરી હતી. નરેન્દ્ર મોદી છેલ્લા પાંચ વર્ષથી દેશનો વિકાસ કરી રહ્યા છે. અને તમામ ક્ષેત્રે હરણફાળ ભરી રહ્યા છે. તો સાંસદ પૂનમ માડમ જામનગર તેમજ દેવભૂમિ દ્વારકા જિલ્લાનો સતત વિકાસ કરી રહ્યા છે.
વિકાસના એન્જીન ને ફરી ચાલતું રાખવા માટે 2019 માં મોદી સરકારની આવશ્યકતા છે. અને લોકોએ સાંસદ પૂનમ માડમને જંગી બહુમતીથી જીતાડી દિલ્હી મોકલવા જોઈએ એવી અપીલ કરી છે. વિદેશ પ્રધાન સુષ્મા સ્વરાજે ગુજરાતની મુલાકાતે છે. અમદાવાદમાં મહિલા સંમેલનમાં પણ સુષમા સ્વરાજે હાજરી આપી હતી. જામનગરમાં સાંસદ પૂનમ માડમના આગ્રહથી તેવો પધાર્યા હતા.