જામનગરઃ શહેરના ઠેબા ગામે રહેતી 17 વર્ષીય તરૂણીએ ઓનલાઇન અભ્યાસને લીધે આપઘાત કર્યો હતો. બિન્દ્રા અકબરીને પિતા દિનેશભાઈએ ઓનલાઇન અભ્યાસ કરવા માટે ઠપકો આપ્યો હતો. તરૂણીને લાગી આવતા ગળાફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું હતું.
બિન્દ્રા ધોરણ 11માં અભ્યાસ કરતી હતી. જ્યારથી લોકડાઉન ચાલુ થયું હતું, ત્યારથી ઓનલાઇન અભ્યાસ બિન્દ્રા કરતી હતી. બિન્દ્રા ધોરણ-11માં અભ્યાસમાં ધ્યાન ન આપતા તેમના પિતા દિનેશભાઈએ ઠપકો આપ્યો હતો. એક બાજુ નેટનો પ્રબોલેમ તો બીજી બાજુ સતત અભ્યાસના ટેનશનમાં વિદ્યાર્થીઓ આપઘાત કરવાના પગલાં ભરતા જોવા મળી રહ્યા છે.
તરૂણીએ આત્મહત્યા કરતા પરિવાર શોકમાં ડૂબી ગયો છે. જ્યારથી ઓનલાઇન અભ્યાસ શરૂ કરવામાં આવ્યો છે, ત્યારથી વિદ્યાર્થીઓમાં હતાશા જોવા મળી રહી છે. બિન્દ્રા અકબરીનો મૃતદેહ જામનગરની હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમ અર્થે મોકલવામાં આવ્યો હતો.