ભારત સરકાર દ્વારા નક્કી કર્યા મુજબ ગેસ ઇન્સ્ટોલેશનના ઇન્સ્પેકશનનો જીએસટી સાથેનો ચાર્જ ૧ બર્નર ગેસ રૂ/.૧૧૮, ૨ બર્નર ગેસ રૂ/.૧૭૭, ૩ બર્નર ગેસ રૂ/.૨૩૬, ૪ બર્નર ગેસ રૂ/.૨૯૫ આ છે. જો કોઈ ગેસ એજન્સી આ ચાર્જીસ કરતાં વધારે ચાર્જીસ વસુલ કરે તો લગત ઓઇલ માર્કેટીંગ કંપનીઓના સેલ્સ ઓફીસર (આઈ.ઓ.સી. મો.૯૪૨૬૪ ૧૬૦૮૨, બી.પી.સી.એલ. મો.૯૮૨૪૮ ૮૫૭૭૧ અને એચ.પી.સી.એલ. મો.૭૭૨૭૮ ૫૬૬૨૨)નો તાત્કાલિક સંપર્ક કરવો અને એજન્સી/કંપનીના મિકેનિક પાસેથી ચૂકવેલ રકમની પહોંચ મેળવવાનો અચૂક આગ્રહ રાખવો.
જો ગ્રાહક ચકાસણી કરાવવા ન ઇચ્છતા હોય તો ગેસ એજન્સીના મિકેનિક દ્વારા રજુ કરેલ ઇન્સ્પેકશન ફોર્મમાં ચકાસણી કરાવવા માંગતા ન હોવા અંગે સહી કરી આપવી. તમામ એલપીજી રાંધણગેસ ગ્રાહકોને જણાવવાનુ કે, આ ‘ઇન્સ્પેકશન ફરજીયાત નથી’ પરંતુ સુરક્ષાના હિતમાં દર બે વર્ષે આ ઇન્સ્પેકશન કરાવવુ હિતાવહ છે. આથી તમામ એલપીજી રાંધણગેસ ગ્રાહકોને જિલ્લા પુરવઠા તંત્રની વિનંતી છે કે, તેઓ પોતાની વિવેકબુદ્વિના આધારે એલપીજી સુરક્ષા સંબંધે નિર્ણય લેવો.