શહેરનીમાં મોડી રાત્રે ખૂની ખેલ ખેલાયો હતો. જી જી હોસ્પિટલમાં સિક્યુરિટી ગાર્ડ તરીકે ફરજ બજાવતા અજયસિંહ ઝાલાની 12 જેટલા શખ્સોએ છરીના ઘા ઝીકી હત્યા નિપજાવતા પોલીસ કાફલો ઘટનાસ્થળે પહોંચ્યો હતો. આરોપીઓને ઝડપી લેવા માટેના ચક્રો ગતિમાન કર્યા હતા.
જામનગરમાં સાત રસ્તા પાસે ઇંડાની લારીએ નાસ્તો કરવા બાબતે સામાન્ય બોલાચાલી થયા બાદમાં ઝધડો ઉગ્ર બનતા આરોપીએ પોતાના દોસ્તોને બોલાવ્યા હતા. આ તમામ શખ્સો સિક્યુરિટી ગાર્ડ પર તૂટી પડ્યા હતા.
જોકે, મોડી રાત્રે પોલીસે સતત પેટ્રોલિંગ કરી પાંચ આરોપીને ઝડપી પાડ્યા હતા. પોલીસે ફરાર આરોપીની શોધખોળ શરૂ કરી હતી. ઉલ્લેખનીય છે કે, સિક્યુરિટી ગાર્ડની હત્યામાં જૂની અદાવત હતી કે પછી સામાન્ય બોલાચાલીથી હત્યા થઈ તે વિશે પોલીસે આરોપીઓની પૂછપરછ શરૂ કરી છે.