- કોર્પોરેશન ચૂંટણીમાં કોંગ્રેસ જીતશે
- જામનગરમાં ભણેલા ગણેલા ઉમેદવારને ટિકિટ આપી
- જામનગરમાં કોર્પોરેશન સંચાલિત તિરંગા હોસ્પિટલનું નિર્માણ કરવામાં આવશે
જામનગર : શહેરમાં હાર્દિક પટેલે રોડ શો યોજ્યા બાદ યોજી પત્રકાર પરિષદ કરી હતી. જામનગર કોર્પોરેશનની ચૂંટણીમાં કોંગ્રેસ 40થી વધુ બેઠક જીતશે તેવો આશાવાદ હાર્દિક પટેલે વ્યક્ત કર્યો છે અને જામનગર કોર્પોરેશનમાં કોંગ્રેસની સત્તા પર આવશે તો કયા કયા કામોને પ્રાધાન્ય આપશે, તે પણ હાર્દિક પટેલે જણાવ્યું હતું.
જામનગરમાં 40થી વધુ બેઠકો કોંગ્રેસ જીતશે
જામનગર મહાનગરપા0લિકામાં કોંગ્રેસ ગત 25 વર્ષથી વિરોધ પક્ષ તરીકે ભૂમિકા ભજવે છે. સતત પાંચ ટર્મથી ભાજપની સત્તા કોર્પોરેશનમાં ચૂંટણી આવે છે. ત્યારે હાર્દિક પટેલે ભાજપ પર કટાક્ષ કરતા જણાવ્યું છે કે, ભાજપે ત્યાં સુધી જામનગરમાં વિકાસના નામે વિનાશ કર્યો છે. કોંગ્રેસની સત્તા કોર્પોરેશનમાં આવશે, તો તમામ લોકોના પ્રશ્નોનું નિરાકરણ કરવામાં આવશે.
![જામનગરમાં હાર્દિક પટેલ વૉર્ડ નબર 12માં યોજ્યો રોડ શો](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/gj-jmr-01-hardik-7202728-mansukh_19022021122351_1902f_1613717631_771.jpg)