- હાપા માર્કેટ યાર્ડમાં પુષ્કળ પ્રમાણમાં મગફળીની આવક
- સાડા આઠસો જેટલા વાહનોમાં લવાયો માલસામાન
- એક જ દિવસમાં ૨૦ હજાર ગુણી મગફળીની આવક
જામનગર : હાપા માર્કેટિંગ યાર્ડ ખેડૂતોનું પ્રથમ પસંદગીનું કેન્દ્ર બન્યું છે. કારણ કે, હાપા માર્કેટિંગ યાર્ડમા મગફળીના ભાવ સૌથી ઊંચા બોલાઇ રહ્યા છે. જેના કારણે જામનગર સહિત અન્ય જિલ્લામાંથી પણ ખેડૂતો મોટા પ્રમાણમાં પોતાનો માલ સામાન લઈ હાપા માર્કેટિંગ યાર્ડ ખાતે આવી રહ્યા છે. મહત્વનું છે કે, 6 દિવસની દિવાળી દરમિયાન હાપા માર્કેટ યાર્ડમાં રજા રાખવામાં આવી હતી. જે બાદ ગુરૂવારે લાભ પાંચમના દિવસે હાપા માર્કેટિંગ યાર્ડ ફરી ધમધમતું થયું છે.
તમિલનાડુના વેપારીઓ મગફળી ખરીદવા આવ્યા
હાપા માર્કેટિંગ યાર્ડમાં તમિલનાડુના વેપારીઓ મગફળી ખરીદવા માટે આવી રહ્યા હોવાના કારણે અહીં મગફળીના સૌથી ઊંચા ભાવ રહ્યા છે. જેના કારણે અન્ય જિલ્લામાંથી પણ મોટા પ્રમાણમાં ખેડૂતો મગફળી તેમજ અન્ય જણસીઓ લઈ હાપા માર્કેટિંગ યાર્ડ ખાતે આવી રહ્યા છે. બુધવારના રોજ સાડા 800 જેટલા વાહનો હાપા માર્કેટિંગ યાર્ડમાં માલ સામાન લઈને આવ્યા છે.
મગફળીની આવકમાં સતત વધારો
જામનગરના હાપા માર્કેટિંગ યાર્ડમાં દિવસે દિવસે મગફળીની આવકમાં સતત વધારો થતો જોવા મળી રહ્યો છે. હજૂ આગામી દિવસોમાં પણ ખેડૂતોને ઊચા ભાવે વેચાઇ તેઓ આશાવાદ પણ જોવા મળી રહ્યો છે.